________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kothatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૧૮ )
શ્રી કમ ચાગ ગ્રંથ-વિવેચન.
ગલ દ્રવ્યના ઉપગ્રહ વિના આત્માની પરમાત્મતા પ્રકટાવી શકાતી નથી. પુદ્ગલ દ્રવ્યરૂપ અજીવ પદાર્થની સહાય વિના સયમની આરાધના થઈ શકતી નથી. ગમે તેવા જીવ બલવાન્ હાય તથાપિ પુદ્ગલની સાહાય્ય લીધા વિના તે કાઈ પણ શુભકાય કરવાને અને આત્માની ઉન્નતિ કરવાને સમર્થ થઈ શકે નહીં. વજ્રઋષભનારાચ સંઘયણ વિના પરિપૂર્ણ મેાક્ષની પ્રાપ્તિ થઇ શકતી નથી તેથી પુદ્ગલ દ્રવ્યની નિમિત્ત કારણપણે અપૂર્વ ઉપગ્રહતા સિદ્ધ થાય છે. પરમાણુરૂપ પુદ્ગલ દ્રવ્યના સ્કંધા રૂપી છે અને તેની સર્વ દૃશ્ય વસ્તુરૂપ મૂર્તિ વિના ક્ષણમાત્ર જીવોના જીવનવ્યવહાર નભી શકે તેમ નથી; માટે પુદ્ગલ દ્રવ્યની અપેક્ષાએ મૂર્તિરૂપ જગત્ને ઉપગ્રહ લીધા વિના કોઇ પણ જીવ પેાતાની ઉત્ક્રાન્તિ કરી શકે તેમ નથી. પુદ્ગલકધાના સ્વભાવ છે કે તે આત્માની ઉન્નતિમાં ઉપગ્રહીભૂત બની શકે છે અને અવનતિમાં પણ નિમિત્તરૂપ બની શકે છે. પુદ્ગલસ્ક ધરૂપ દૃશ્ય જગતનું અવલંબન લેતે લેતે જીવ મનુષ્યભવપયન્ત આવી પહોંચ્યા છે અને પશ્ચાત્ તે સર્વના ઉપગ્રહ પાછે વાળવાને યેાગ્ય શક્તિમાન્ અને છે, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને કાલના ઉપગ્રહ લઈ આત્મા પોતાની વ્યાવહારિક તથા નૈૠયિક પ્રગતિ કરી શકે છે; તેથી અજીવાને જીવે પ્રતિ ઉપગ્રહ સિદ્ધ થાય છે. અનાદિકાલથી અજીવ પદાર્થોં સ્વસ્વભાવ પ્રમાણે જીવદ્રઝ્યાને ઉપગ્રહ કરે છે. પ્રત્યેક વસ્તુ પોતાની ફરજ પેાતાના સ્વભાવધર્માનુસારે બજાવે છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય, અને કાલ પેાતાની જે પ્રવૃત્તિ બજાવે છે તેમાં જીવ દ્રવ્યે નિમિત્તે કારણે ઉપગ્રહ કરનાર તરીકે સિદ્ધ થાય છે. પરસ્પર દ્રવ્યેામાં રહેલી ક્રિયાએવડે દ્રવ્યે પરસ્પર એકબીજાના ઉપર ઉપગ્રહ કરી શકે છે. દરેક દ્રવ્ય સ્વચ્છ સ્વભાવ પ્રમાણે પ્રવર્તે છે એજ તેની પ્રવૃત્તિ અથવા ક્રિયારૂપ કર્મયોગ જાણવા અને તે વસ્તુધર્મની પ્રવૃત્તિથી જીવા તથા અજીવે પરસ્પર એકબીજાના ઉપર ઉપગ્રહ કરી શકે છે. જીવેાના પ્રતિ સ્વસ્વ ધર્મક્રિયારૂપ કર્મયોગવડે અવાના ઉપગ્રહ છે અને જીવાની સ્વસ્વ ધર્મપ્રવૃત્તિરૂપ કચગવડે જીવાનો પરસ્પર ઉપગ્રહ છે. અજીવેાના ઉપગ્રહદ્વારા સ્વયમેવ અનુભવતઃ સિદ્ધ થાય છે. એક જીવ પેાતે અન્ય જીવ ઉપર ઉપકાર કરે તેમાં વચ્ચે પુદ્ગલકધા તે અવશ્ય ઉપકાર કરવામાં નિમિત્ત કારણીભૂત હોય ને હોય છેજ. સમવસરણમાં બેસીને કેવલી મહારાજા તીર્થંકર જ્યારે બાર પદા આગલ દેશના દે ત્યારે પદ્માના મનુષ્યે તીર્થંકરના હૃદયમાં રહેલા કેવલજ્ઞાનને દેખી શકતા નથી, તેમજ શ્રીતીથંકર ભગવાનનું કૈવલજ્ઞાન સાક્ષાત્ આવીને મનુષ્યાના હૃદયને અસર કરી શકતુ નથી; પરંતુ તીર્થંકર પાતે ભાષાવાદ્વારા શબ્દો કાઢીને દેશના દે છે અને તેથી તે શબ્દો ખરેખર મનુષ્યેાના કર્ણમાં પ્રવેશી હૃદયમાં જ્ઞાન પ્રગટાવે છે તેથી તે ભવ્ય મનુષ્ય આધ પામી સર્વવિરતિચારિત્ર દેશવિરતિચારિત્ર વિગેરે ગ્રહણ કરે છે, તીર્થ"કર મહારાજાએ ગ્રહણ કરીને મૂકેલાં ભાષાવગણાનાં પુદ્ગલેા તેા જડ છે. તીર્થંકરનામકના ઔયિકભાવે
For Private And Personal Use Only
凯