________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
--
-
-
--
--
( ૩૦૨ )
શ્રી કર્મોગ ગ્રંથ–સવિવેચન.
જાતિ છે. તેના અભાવે પ્રત્યેક કાર્યને અંધકારમાં કરતાં અનેક દેશે ઉદ્ભવે એ સ્વાભાવિક છે. ઉપગથી પ્રત્યેક કાર્ય સારી રીતે થઈ શકે છે અને આત્મા સર્વ બાબતમાં નિર્લેપ રહી શકે છે. અતએ ૩૫થતા પ્રવર્તાવ એ મહાશિક્ષાને ક્ષણમાત્ર પ્રત્યેક કાર્યપ્રવૃત્તિમાં પ્રવર્તતાં ન વિસરવી જોઈએ. પ્રત્યેક કાર્યમાં ઉપયોગથી પ્રવર્તતાં સૂફમમાં સૂક્ષમ ભૂલે જે થઈ જતી હોય તેની યાદી આવે છે અને પશ્ચાત્ તેઓને ટાળવાને પ્રયત્ન થાય છે. ઉપયોગવિનાને મનુષ્ય જાગતે છતે પણ ઉંઘતા છે અને ઉપયોગી મનુષ્ય ઊંઘતો છતે પણ જાગતે છે એ વાક્યનો ભાવાર્થ પરિપૂર્ણ અવધીને ઉપયોગથી પ્રવર્તવું જોઈએ. મનુષ્ય ! ગમે તે સ્વાધિકારે કાર્યપ્રવૃત્તિ કરીને હારા આત્માની પ્રગતિ કરવા ઇરછતો હોય તો તું ઉપયોગથી પ્રવર્ત. નીચે પ્રમાણેની શિક્ષાનો ઉપયોગ રાખ. પ્રારંભિત સ્વકાર્યોમાં વિનોના સમૂહો પ્રગટે તે પણ મૃત્યુભીતિનો ત્યાગ કરીને પ્રયત્નથી સ્વકાર્યમાં પ્રવર્ત. કોઈ પણ કાર્ય પ્રવૃત્તિને આરંભ કરતાં વિદનોઘ પ્રગટે છે. અનેક વિદનેને સંહારી પ્રારંભિત કાર્યો કરવા પડે છે. અનેક વિદનોને સમૂહ: પ્રકયા છતાં પ્રારંભિત કાર્યોને માટે ત્યાગ ન કર; પરન્તુ કર્તવ્યકાર્ય માટે રણક્ષેત્રમાં મૃત્યુનીતિનો ત્યાગ કરી કેશરીયા કરી પ્રવર્ત. ઘાંસ agવદત્તાન. એ વાકયનું સ્મરણ કરીને કર્તવ્યસત્કાર્યોમાં વિદનીઘ પ્રગટતાં હરકમીયાં બનીને કર્તવ્ય રણક્ષેત્રમાંથી પાયાની પેઠે પાછા પગ ન ભર, જે મનુષ્ય પાવૈયાઓ જેવા હોય છે તેઓ કર્તવ્ય કાર્યપ્રવૃત્તિ પ્રારંભીને તેઓની સામા અન્ય મનુષ્ય થતાં ભય પામી કંટાળીને તે તે પ્રવૃત્તિનો ત્યાગ કરે છે તેથી પરિણામ અને એ આવે છે કે તેઓ જે જે કાર્યપ્રવૃત્તિ કરે છે તેમાં તેઓ વિનોઘ આવતા પાછા પડે છે. આવી તેમની પ્રવૃત્તિથી પરભવમાં પણ તેઓ ભીતિના સંસ્કારોને વારસામાં લેતા જાય છે અને ત્યાં પણ તેવા પ્રકારની ભીરુદશાથી કર્તવ્ય સત્કાર્ય પ્રવૃત્તિ આરંભીને ભાગંભાગા-નાસંનાસા કરી દોડદડા કરે છે. પ્રારંભિતકાર્યો કરવાં એ જ આત્મપ્રગતિનું પ્રવર્તન છે એ નિશ્ચય કરીને પ્રારંભિત સત્કાર્ય પ્રવૃત્તિમાં ઉપગથી કેટ વિને સહન કરીને પ્રવર્તવું. પ્રારંભિત સત્કાર્યોમાં જેમ જેમ વિદને આવે છે તેમ તેમ પ્રારંભકને કાર્ય કરવાનું ઉત્તમ શિક્ષણ મળે છે એવું કર્મયોગીઓના જીવનચરિતે વાંચી અવધવું. પ્રારંભિત સત્કાર્યોમાં વિદનો પડે છે તેથી બીવું? નહિ, ગભરાવું નહિ. હે ચેતન ! તત્સંબંધે વિશેષ શું કહેવું? પ્રારંભિત સત્કાર્યોને મૃત્યુભીતિને ત્યાગ કરી કટિ વિને સામે ઉભે રહી કર.
અવતરણ-સ્વાધિકાગ્ય કર્તવ્ય કાર્યમાં આત્મશક્તિ જાણવાની સાથે દ્રવ્યક્ષેત્રાદિકના જ્ઞાનપૂર્વક પ્રવૃત્તિ થવાનું સંબોધવામાં આવે છે.
आत्मशक्ति परिज्ञाय द्रव्यक्षेत्रादिकं तथा । सम्यग् व्यवस्थितिं कृत्वा कुरु स्वं कर्मयुक्तिभिः ॥ ४९ ॥
For Private And Personal Use Only