________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shin Kailassagarsun Gyanmandir
( ૨૮૦ )
શ્રી કમગ ગ્રંથ-સવિવેચન.
ગૃહ પ્રથમ અહિંસા વ્રતમાં સવાવીસવાની દયા વ્યવહારથી પાળી શકે છે. અવિરતિ સમ્યગ્દષ્ટિને તેને નિયમ નથી. બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શૂદ્ર ગૃહસ્થાવાસ પ્રમાણે સ્વાધિકારે આવશ્યક આજીવિકાદિ હેતુભૂત સાંસારિક કર્તવ્ય કાર્યોની પ્રવૃત્તિ કરતાં છતાં સવાવીશ્વાની દયા પાળી શકે છે, તેથી તેઓના કર્તવ્ય કાર્યોમાં સદેવત્વ અને નિર્દોષત્વ રહ્યું છે. ગૃહવાસમાં જે જે કુલ જાતિ ગુણ કર્મ પ્રમાણે કર્તવ્યકાર્યો કરાય છે તેમાં સંક
લ્પી હિંસા ન પ્રકટે એ નિર્મળજ્ઞાનથી ઉપયોગ ધારણ કરે જોઈએ. ગૃહસ્થ મનુષ્યને એકેન્દ્રિય જીવોની હિંસા કરતાં કીન્દ્રિયની ઘાતમાં વિશેષ હિંસા છે; તેના કરતાં ત્રીન્દ્રિયના વધમાં વિશેષ હિંસા છે; તેના કરતાં ચતુરિન્દ્રિય; તેના કરતાં પંચેન્દ્રિય પશુઓ અને પંખીઓ; અને તેના કરતાં મનુષ્યના વધમાં વિશેષ હિંસારૂપ પાપ છે. કષાયાદિવડે હિંસાનું સ્વરૂપ વિચારવું. અપ્રમત્તયેગે અપોષ અને મહાલાભદષ્ટિએ મનુષ્યોએ સદોષ વા નિર્દોષ એવા કાર્યોને કરવાં એવું લક્ષ્યમાં રાખવું જોઈએ. દેશ જનસમાજ કલ્યાણ પરોપકારઆદિ કાર્યોમાં અલ્પષ અને મહાલાભને લક્ષ્યમાં રાખી નિર્મલજ્ઞાનગથી પ્રવૃત્ત થવું જોઈએ. ગૃહસ્થોએ સ્વસ્વાધિકારે ધાર્મિક કાર્યોમાં અલપદેષ અને મહાલાભનું લક્ષ્યબિન્દુ ધ્યાનમાં રાખીને ઉત્સર્ગ અને અપવાદથી સદેષ વા નિર્દોષ ધર્મકાર્યોમાં પ્રવૃત્ત થવું જોઈએ. હિંસા અસત્ય સ્તય વગેરે થી કાર્યોમાં કષાય પ્રમાદેથી સદષત્વનો આરોપ કરાય છે; પરન્તુ જો અન્તરમાં નિર્મલજ્ઞાનગ છે તે તેથી કક્ષાના પરિણામને પ્રગટ થતાંજ વારી શકાય છે. વ્યાવહારિક તથા ઘામિકકાર્યોમાં નિશ્ચયષ્ટિએ સદષત્વ વા નિર્દોષત્વની કલ્પના કરવાની જરૂર નથી. નિર્મલજ્ઞાનયોગે અન્તરમાં કષાયભાવથી મુક્ત થઈ બાહ્યનાં કર્તવ્યકાર્યો કરતાં તેમાં શુભાશુભભાવની કલ્પના થવાથી બાહ્ય કર્તાકાર્યોની પ્રવૃત્તિથી બંધાવાનું થતું નથી. યદિ વ્યવહારષ્ટિથી અપ્રમત્તપણે કાર્ય કરતાં આરંભાદિ અપેક્ષાએ બંધાવવાનું થાય છે, તથાપિ અન્તરથી નિકષાયભાવે વર્તન હોવાથી મુક્તિનાં પગથીયાપર ચઢવાનું થાય છે. સાધુઓને સાધુધર્મના અધિકાર પ્રમાણે આજ્ઞાયુક્ત વર્તતાં ઉત્સર્ગમાર્ગે નિર્દોષત્વ છે; છતાં અપવાદમાર્ગે અલ્પષ અલ્પહાનિદષ્ટિથી અપ્રમત્તયોગે પ્રવૃત્ત થતાં બાહ્ય વ્યવહારથી અમુકાશે સદષત્વ ગણાય છે. અતઃ તેથી પ્રતિક્રમણદિ કરીને વિરમી શકાય છે એમ અવબોધીને ગૃહસ્થોએ ગૃહસ્થના અધિકાર પ્રમાણે, સાધુઓએ સાધુ ધર્મના અધિકાર પ્રમાણે કર્તવ્ય કર્મો કરવાં જોઈએ. ગૃહસ્થોને ગૃહસ્થાધિકાર પ્રમાણે અને ત્યાગીઓને ત્યાગાધિકાર પ્રમાણે સદેષ નિર્દોષ કર્તવ્ય કાર્યો કરવાનાં હોય છે. અત્રે આ કર્તવ્ય કાર્યોનું પ્રવચન ધર્મનૈતિકદષ્ટિએ વિશેષતઃ અવધવું અને અનેક દૃષ્ટિએ અપેક્ષાએ કર્તવ્ય કાર્યોમાં ઉપર્યુકત ભાવાર્થને જેમ ઘટે તેમ અવતારવો જોઈએ. નિઝશાનથી ત: એ વાક્યના ભાવાર્થને હૃદયમાં પરિપૂર્ણ અવધારીને કર્તવ્યકાર્યો કરવા જોઇએ. નિર્મલાનાગથી કર્તવ્યર્યોમાં ફરજ વિના અન્ય કશું શુભાશુભત્વ નથી રહેતું, તેથી કષાની મન્નતાપૂર્વક
For Private And Personal Use Only