________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લાભનો કદી પાર આવતા નથી.
( ૨૯ ).
કરી શકાશે. અંતરમાં લેભ તૃષ્ણા ગાÁ મૂછઓના ઉભરાનું ઉત્થાન થાય છે ત્યાં સુધી બહિરવૃત્યા ત્યાગીપણું હોય છે, પરંતુ તે શોભી શકતું નથી. લેભની વાસનાને જીતવી એ અનંતગુણ દુષ્કર કાર્ય છે; જે જે મનુષ્યોને સ્વમત્યનુસારે જે જે વસ્તુઓ ઈષ્ટ અને ઉપયેગી લાગે છે તે તે વસ્તુઓ પર તે તે મનુષ્યોને લાભ થયા કરે છે. જેમ જેમ બુદ્ધિ ખીલે છે તેમ તેમ પ્રથમ કલ્પાયલી ઈષ્ટ વસ્તુઓ પર અનિષ્ટત્વ બુદ્ધિ પ્રગટે છે અને અન્ય વસ્તુઓ પર ઈષ્ટબુદ્ધિ થયા કરે છે. બાળકોને જે જે વસ્તુઓ બાલ્યાવસ્થામાં ઈષ્ટ લાગે છે તે તે વસ્તુઓને યુવાવસ્થામાં તે ઈષ્ટ માનતો નથી; તેમજ યુવાવસ્થામાં યુવકને કેટલીક વસ્તુઓ પર ઈષ્ટબુદ્ધિ-ઈષ્ટપરિણામ થાય છે તેમાંની કેટલીક વસ્તુઓ પર વૃદ્ધાવસ્થામાં ઈષ્ટ–પ્રિયભાવ રહેતો નથી. માંદગીના સમયમાં જે જે બાબતો પર પ્રિયતા પ્રકટે છે તે તે બાબતોની પ્રિયતા પશ્ચાત્ નિરેગાવસ્થામાં રહેતી નથી. તેમજ રોગાવસ્થામાં જે જે બાબતે પર અરુચિભાવ થાય છે તે તે બાબત પર પશ્ચાત્ નિરોગાવસ્થામાં રુચિભાવ થાય છે. કફ વાત અને પિત્ત પ્રકૃતિની મુખ્યતા અને ગૌણુતાથી ભક્ષ્યાદિ વસ્તુઓ પર પ્રિય અને અપ્રિય પરિણામને ફેરફાર થાય છે. તેથી એમ સિદ્ધ કરે છે કે દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાગે નિમિત્તકારણ પામીને જડવસ્તુઓમાં પ્રિય તે અપ્રિય અને અપ્રિય તે પ્રિય એમ જીને પ્રિયાપ્રિય બુદ્ધિ થયા કરે છે. અને તે પ્રિયાપ્રિય બુદ્ધિ વા પ્રિયાપ્રિય પરિણામ ક્ષણિક હવાથી અર્થાતુ બદલાતો હોવાથી પરવસ્તુઓમાં પ્રિયાપ્રિયની કલ્પના વસ્તુતઃ સત્યસુખબુદ્ધિથી ભિન્ન હોવાથી જડવસ્તુઓનો આવશ્યક કર્મના અધિકારથી બહિર લેભ કરે એ કઈ રીતે યોગ્ય નથી. આત્માના જ્ઞાનથી વિવેક કરતાં અવબોધાય છે કે પર જડ વસ્તુઓથી આત્મસુખની કદી પ્રાપ્તિ થવાની નથી. પ્રત્યેક મનુષ્ય સુખને પ્રાપ્ત કરવા ઈચ્છે છે. રાજાઓ રાજ્ય કરે છે અને વિદ્યાર્થીઓ વિદ્યાને અભ્યાસ કરે છે તે સુખ પ્રાપ્ત કરવા કરે છે. અનેક પ્રકારની સત્તા વિશિષ્ટ પદવી પ્રાપ્ત કરવાને મનુષ્ય પ્રયત્ન કરે છે તેમાં પણું સુખ પ્રાપ્ત કરવું એ મુખ્યદેશ હોય છે. પુરુષ અને સ્ત્રીઓ પરણે છે અને અનેક પ્રકારના વ્યાપાર કરે છે તેમાં પણ તેઓની મુખ્ય ધારણ તે સુખ પ્રાપ્ત કરવાની જ હોય છે. પરંતુ તેઓ પિતપતાના ઉદ્દેશ પ્રમાણે વર્તતાં સુખ પામ્યા હોય એવું તેઓના વાણીના ઉદ્ગારેથી જણાતું નથી એમ અનુભવીઓને નિશ્ચય અનુભવ જ્ઞાન થાય છે. પ્રત્યેક મનુષ્ય જે જે વસ્તુઓ પ્રાપ્ત કરવા લેભ કરે છે તેમાં તેની મુખ્ય ધારણા છે એ હોય છે કે તે તે વસ્તુઓને પ્રાપ્ત કરી સુખી થાઉં પરંતુ પરિણામ અંતે એ આવે છે કે તે તે વસ્તુઓ મળતાં સુખ મળતું નથી અને લેભ તે આગળ વધ્યા કરે છે, તેથી તે તે વસ્તુઓ પ્રાપ્ત થતાં કંઈક પણ આત્મશાંતિ અનુભવાતી નથી. તેથી સિદ્ધ થાય છે કે આવશ્યક ઉપયોગી વસ્તુઓની જે જે આશ્રમમાં પ્રાપ્તિ જેટલી જેટલી કરવાની હોય તેટલી તેટલી નિર્લોભ પરિણામે કરવી. પરંતુ તેના પરિણામ ધારણ
For Private And Personal Use Only