________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsur Gyanmandir
( ૧૩૬ )
શ્રી કમ ગ ગ્રંથ-સવિવેચન.
અવ્યવસ્થિત ચિત્તપૂર્વક કાર્ય કરનારાઓની પ્રવૃત્તિ ખરેખર સ્વ અને અન્ય મનુષ્યોના ધર્મને પ્રકાશ કરી શકતી નથી. અવ્યવસ્થિત કાર્ય પ્રવૃત્તિ વડે આત્મશક્તિને નકામે ઘણે વ્યય થાય છે અને સમયને પણ બહુ વ્યય થાય છે, તેની સાથે આત્મશક્તિની પ્રગતિ પણ થતી નથી. જ્યાં સુધી અવ્યવસ્થિત કાર્યબોધ છે અને અવ્યસ્થિત કાર્યક્રમ બધ છે ત્યાં સુધી અવ્યવસ્થિત કાર્યપ્રવૃત્તિ થયા કરે છે અને તેથી અવ્યવસ્થિત શક્તિયોને વ્યવસ્થિત બેલપણે ભેગી કરી શકાતી નથી. મુસલમાનની સાથે અનેક યુદ્ધોમાં રાજપુતે હાર્યા તેનું કારણ અવ્યવસ્થિત કાર્યબાધ અને અવ્યવસ્થિત કાર્યપ્રવૃત્તિ હતી. વ્યવસ્થા કમજ્ઞાનવડે જે જે મનુષ્ય કાર્ય કરે છે તે તે મનુ આત્મોન્નતિ-
વિનતિ અને સમાજેન્નતિથી પ્રતિદિન આગળ વધ્યા કરે છે. કઈ પણ મનુષ્ય ખરેખર કાર્ય
ગી છે કે નહિ ? તે તેની વ્યવસ્થા બુદ્ધિ અને કાર્યકમબુદ્ધિથી અવબોધાઈ શકે છે. ઇંગ્લીશ સરકાર સર્વદેશમાં વ્યવસ્થાક્રમબોધથી રાજ્યશાસન કરી શકે છે તેથી સર્વત્ર સર્વ પ્રકારની પ્રગતિમાં આગળ વધી શકે છે. સર્વત્ર સર્વ દેશમાં વ્યવસ્થા કમબોધપૂર્વક પ્રવૃત્તિ કરીને ઇંગ્લીશ સરકાર ખરેખર રાજ્ય સામ્રાજ્યમાં અગ્રગણ્ય બની શકી છે તે તેની પ્રવૃત્તિના સૂક્ષ્મ ગર્ભમાં ઊંડા ઉતરવાથી અવધાઈ શકે તેમ છે. સર્વ પ્રકારનાં ખાતાઓ વ્યવસ્થાપૂર્વક ચલાવવાં એ વ્યવસ્થા કમબોધ વિના બની શકે તેમ નથી. જે જે કાર્યો કરવાનાં હોય તેનું સમયના હિસ્સા પાડી ટાઈમટેબલ કરવું અને સર્વ પ્રકારની કાર્યની વ્યવસ્થાને સમ્યગૂ બેધ કરી કાર્યપ્રવૃત્તિ આદરવી કે જેથી ક્ષણમાત્ર પ્રમાદ ન થાય અને કાર્યની સિદ્ધિ કરી શકાય. ધર્મશાસ્ત્રોમાં ધાર્મિક કાર્યો કરવાને અમુક અમુક કાલે નિર્ણય કરવામાં આવ્યો છે તેના ઉપર વિચાર કરવામાં આવશે તો તેમાં વ્યવસ્થા કમ બેધનું રહસ્ય અવધારો અને કાર્યપ્રવૃત્તિનું પ્રાબલ્ય અવબેધાશે. પિંડ અને બ્રહ્માંડને હિતકારક એવાં કાર્યોને વ્યવસ્થાક્રમ બધપૂર્વક કરતાં નિલેષપણે આત્મફરોને સમ્યગરીત્યા અદા કરી શકાય છે. વ્યાવહારિક કાર્યોમાં અને ધાર્મિક કાર્યોમાં વ્યવસ્થા કમ જ્ઞાનપૂર્વક પ્રવર્તક તત્વજ્ઞાની કર્મભેગીઓ કઈ રીતે નિર્બળ બની શકતા નથી અને તેઓ વિશ્વમાં વ્યાવહારિક અને નૈૠયિક સ્વાતંત્ર્ય જીવન તથા સાપેક્ષપ્રગતિકારક પરતંત્ર્ય જીવનની અસ્તિતાની સંસ્થા ઊભી કરી શકે છે. એક તરફ વ્યવસ્થાપૂર્વક ગોઠવાયેલું આંગ્લસૈન્ય હોય અને એક તરફ અવ્યવસ્થિત સ્થિતિમાં ગોઠવાયેલું આરબનું સૈન્ય હોય. હવે વિચાર કરે કે અવ્યવસ્થિત કમપૂર્વક ગોઠવાયલું સૈન્ય પરાજ્ય પામ્યા વિના રહેશે કે ? બાહ્ય અને આન્તરિક હેતુઓથી અનેક પ્રકારે કાર્યવ્યવસ્થાનું જ્ઞાન કરવું જોઈએ. કાર્યવ્યવસ્થા પ્રતિબોધક શા-કાર્ય વ્યવસ્થાના ઉપદેશક અને કાર્યવ્યવસ્થા કમજોધ; એ ત્રણનું પ્રવૃત્તિ કરનારાઓ સામીપ્ય સેવી તથા કાર્ય વ્યવસ્થા કમબોધદ્વારા થતી પ્રવૃત્તિનું ફલ અવબધી વ્યવસ્થા ક્રમપૂર્વક સ્વાધિકાર કાર્ય પ્રવૃત્તિ કરે તે તેઓ કાર્યની સિદ્ધિ કરી શકે
For Private And Personal Use Only