Book Title: Jivannu Amrut
Author(s): Kumarpal Desai
Publisher: Khimasiya Parivar

View full book text
Previous | Next

Page 5
________________ પ્રારંભે આદરની ઉત્કૃષ્ટ અભિવ્યક્તિ એટલે જીવનમાં વ્યવહારિક સૂઝ અને આધ્યાત્મિક આનંદ કાજે અજવાળાં પાથરતાં આ પુસ્તકનું સર્જન. મુરબ્બી મનસુખભાઈ અને પુષ્પાબહેનને વડીલોને શબ્દોથી સ્મરણાંજલિ આપવાની ઈચ્છા થઈ અને એમાંથી એક જીવનોપયોગી પુસ્તક રચવાની ભાવના જાગી. આના પરિણામે ગુજરાતી અને અંગ્રેજી સાહિત્યમાંથી લાંબી શોધખોળના અંતે જીવનને વધુ ઉન્નત, ઉજ્વળ અને પ્રકાશમય બનાવે તેવું ચિંતન અહીં રજૂ કર્યું છે. આમાં ગુજરાતીની જેમ અંગ્રેજી લખાણો એ માટે આપવામાં આવ્યાં કે અત્યારની આપણી વિદેશની ઊગતી પેઢી અંગ્રેજી ભાષામાં વિચારોને ઝડપથી આત્મસાતુ કરે છે તેથી એને લક્ષમાં રાખીને ચિંતનસામગ્રી પ્રગટ કરી છે. આ ચિંતન આબાલવૃદ્ધ સહુ કોઈને ઉપયોગી બને અને એમનામાં જીવનની શુદ્ધિ, અંતરની ભક્તિ અને માનવની મૈત્રી પ્રગટાવી જાય તો મારો શ્રમ સાર્થક ગણીશ. આ પુસ્તકની રચના પાછળ શ્રી મનસુખભાઈ અને શ્રીમતી પુષ્પાબહેને જે પ્રેરણા આપી છે તે શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી. તા. ૧૫-૮-૯૫ – કુમારપાળ દેસાઈ છે જ છે જ . * આ . જ

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 68