Book Title: Jivannu Amrut Author(s): Kumarpal Desai Publisher: Khimasiya Parivar View full book textPage 8
________________ ખીમસીયા પરિવારની પ્રેરકગાથા પુરુષાર્થની પ્રેરણા શાહ ગોવિંદજી વીરજી ખીમસીયા સ્વ. ગોવિંદજી વીરજી શાહનું જીવન એટલે એક સત્યનિષ્ઠ ધર્મપરાયણ માનવીની પુરુષાર્થગાથા. મોમ્બાસાના સમાજમાં ગોવિંદજીભાઈ દેરાસરનાં કાર્યોમાં સદાય અગ્રેસર રહેતા, એટલું જ નહીં, બલકે હૃદયસ્પર્શી સઝાય અને સ્તવન પણ લખતા હતા. મોમ્બાસામાં પ્રતિષ્ઠામહોત્સવ થયો ત્યારે એમણે એ પ્રસંગની મંગલભાવનાને પ્રગટાવતું સ્તવન રચ્યું હતું. જીવનમાં આવતી તડકી-છાંયડીને તેઓ એકસરખી સમતાથી સહન કરતા હતા. એમાં પણ જ્યારે એમના દીકરા શ્રી લખમશીભાઈ ગોવિંદજી શાહનું અવસાન થયું, ત્યારે એમના હૃદયને કારમો આઘાત લાગ્યો હતો. જીવનની સૂઝ, જ્ઞાનની દ્રષ્ટિ અને ધર્મની સમજને પરિણામે તેઓએ સ્વસ્થતાથી આ આઘાત સહન કર્યો. મૃત્યુ પાછળના જમણ (જે દાડો કહેવાતો)માં ક્યારેય જતા કે ખાતા નહીં, તેમજ પોતે દાડો કરતા નહીં. આવા ગોવિંદજીભાઈ ૧૯૮૭ના જાન્યુઆરી માસમાં ૯૨ વર્ષની ઉંમરે અવસાન પામ્યા. એમનાં પત્ની લખમાબહેન અત્યંત ધર્મનિષ્ઠ અને સરળ સ્વભાવી હતાં. ગોવિંદજીભાઈ અને લખમાબહેનના જીવનમાં અગરબત્તીની સુવાસ જોવા મળે છે, જાતે બળીને બીજાને સુગંધ આપવાની ભાવના પ્રગટ થાય છે. આજે આ બંને હયાત નથી, પણ મૃત્યુ તો દેહનાં છે, અમર પંથ છે આત્માનો ! વશે. વી . જPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68