Book Title: Jivannu Amrut
Author(s): Kumarpal Desai
Publisher: Khimasiya Parivar

View full book text
Previous | Next

Page 25
________________ ૧૦. અપેક્ષા અને ઉપેક્ષા જીવનમાં આપણે પરિવાર પાસે, કુટુંબીજનો પાસે કે સગા-સંબંધીઓ પાસેથી કોઈ ને કોઈ પ્રકારની અપેક્ષા રાખીએ છીએ. અપેક્ષા રાખવામાં તેની યોગ્યતાનો કે અપેક્ષા રાખવાના આપણા અધિકારનો બહુ ઓછો વિચાર કરવામાં આવે છે, પરિણામે ઘણી વખત આપણી અપેક્ષા મુજબ થતું નથી, ત્યારે આપણે નિરાશા-હતાશા અનુભવીએ છીએ. તેમને ત્યાં પ્રસંગ હતો, ત્યારે ખડે પગે ઊભા રહીને મેં તેમને કેટલો સાથ આપ્યો હતો ? મારે ત્યાં પ્રસંગ હતો ત્યારે તે જમવાના સમયે આવ્યો અને જમીને જતો રહ્યો !' “તેને પૈસાની જરૂર હતી. ત્યારે મેં તેને તે જ ક્ષણે પૈસાની સગવડ કરી આપી હતી, પરંતુ મારે જરૂર પડી, ત્યારે તેણે નફટાઈથી ના પાડી દીધી !' આવા અનેક પ્રસંગો આપણા મનમાં ઉદ્વેગ સર્જે છે; નફરત પેદા કરે છે; વિખવાદ ઊભો કરે છે. શાસ્ત્રકારો કહે છે કે તમે કોઈને ઉપયોગી થયા હો તો બીજાને ઉપયોગી થવા બદલ આત્મસંતોષ અનુભવો, પરંતુ હું તેને ઉપયોગી થયો, એટલે તેણે મને પણ ઉપયોગી થવું જ જોઈએ તેવી અપેક્ષા ન રાખો. તમે તમારી ફરજ બજાવી; તે તેની ફરજ ચૂકે તો તે તેનું પોતાનું અહિત કરે છે, તેમાં તમારે શા માટે તમારા મનની સમતુલા ગુમાવવી જોઈએ ?' તમે કોઈને મુશ્કેલીમાં પૈસાની મદદ કરી હોય તો એક ભલાઈનું કામ કર્યું છે; ભલાઈનું કામ કર્યાનો આત્મસંતોષ અનુભવો; પરંતુ તમે તેને પૈસાની મદદ કરી, એટલે તેણે પણ તમને મદદ કરવી જોઈએ તેવી અપેક્ષા ન રાખો. અલબત્ત, જરૂર હોય ત્યારે તમને મદદ કરવાની તેની નૈતિક ફરજ બને છે, પરંતુ તેની ફરજ ચૂકે તો તમારે શા માટે તમારા મનની સમતુલા ગુમાવવી જોઈએ ? A

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68