________________
૧૪
પિતાની પુત્રને ભેટ દરેક બાબતમાં ઉત્તમતાનો આગ્રહ રાખજે અને તેની કિંમત ચૂકવવા તૈયાર રહેજે.
તંદુરસ્તી એની મેળે જળવાઈ રહેવાની છે, એમ ન માનતો.
તારી નજર સામે સતત કશુંક સુંદર રાખજે. ભલે પછી તે એક પ્યાલામાં મૂકેલું ફૂલ જ હોય.
જે તુચ્છ છે તેને પારખી લેતાં શીખજે, ને પછી તેની અવગણના
કરજે.
ઘસાઈ જજે પણ કટાઈ ન જતો. હારમાં ખેલદિલી બતાવજે. જીતમાં ખેલદિલી બતાવજે.
તારા કુટુંબને તું કેટલું ચાહે છે તે દરરોજ તારા શબ્દો વડે, સ્પર્શ વડે, તારી વિચારશીલતા વડે બતાવતો રહેજે.
પોતાના ગુજરાન માટે કામ કરતા દરેક માણસ સાથે સન્માનથી વર્તજે. ભલે એ કામ ચાહે તેવું નજીવું હોય.
કયારે મૂંગા રહેવું તેનો ખ્યાલ રાખજે. ક્યારે મૂંગા ન રહી શકાય તેનો પણ.
એવી રીતે જીવજે કે તારાં બાળકો જ્યારે પણ ઇમાનદારીનો, નિષ્ઠાનો અને પ્રામાણિકતાનો વિચાર કરે ત્યારે એ તને સંભારે.
વિચારો મોટા કરજે, પણ નાના નાના આનંદ માણી જાણજે. દિમાગ મજબૂત રાખજે, કાળજું કૂણું.
તને વખત નથી મળતો, એમ કદી ન કહેતો. એક દિવસના તને પણ એટલા જ કલાકો મળેલા છે, જેટલા હેલન કેલરને, મધર ટેરેસાને અને આઈન્સ્ટાઈનને.
એટલું સમજજે કે સુખનો આધાર માલમિકલત, સત્તા કે પ્રતિષ્ઠા ઉપર નહિ, પણ આપણે જેમને ચાહતા ને સન્માનતા હોઈએ તેવા લોકો સાથેના આપણા સંબંધો પર રહે છે.