________________
૨૫
શબ્દની દીવાલ આજે માનવી શબ્દોનો સોદાગર બન્યો છે. એ સતત બોલતો રહે છે, પણ બહુ બોલનાર સદાય જીવનની સપાટી પર રહે છે. શબ્દોના ખડખડાટ અને ગણગણાટ વચ્ચે એને એના આત્માનો અવાજ સંભળાતો નથી. બહારના ધ્વનિઓના કોલાહલમાં અંદરનો સૂર સાવ દબાઈ જાય
| શબ્દો એ એની આત્મખોજના શત્રુ બની રહે છે. જે પોતાની જાતને જાણવા માગે છે એણે શબ્દોનો ઉપયોગ પાણીની પેઠે નહીં, બલકે ઘીની પેઠે કરવો જોઈએ. પરંતુ શબ્દના સોદાગર માનવીએ આ સાધનનો સાવ વિપરીત ઉપયોગ કર્યો છે.
શબ્દને વિચાર વ્યક્ત કરવાનું માધ્યમ કહેવામાં આવે છે, કિન્તુ વાસ્તવમાં એ વિચાર છૂપાવવાનું માધ્યમ બની ગયું છે. આ શબ્દોએ દિલ અને દેખાવ વચ્ચે એકરૂપતા સાધવાને બદલે દિલમાં હોય કંઈક અને બહાર બોલાય કંઈક – એવી છળભરી રચના કરી છે.
સતત બોલીને સાચી વાત છુપાવવી, ગોળ-ગોળ વાત કરીને સત્યને દૂર રાખવું, અથવા તો મનમાં હોય કંઈક અને બહાર સાવ જૂઠું જ બોલવું, એવી વૃત્તિ-પ્રવૃત્તિ ચાલ્યા કરે છે. કોઈ કામ કરવાની અનિચ્છા હોય તો એને પોતાની યોગ્યતાથી હલકું કામ ગણીને ટાળવામાં આવે છે. તો કોઈ આળસુ “આ કામ કરવું, એમાં તે શી મોટી વાત ?' એમ કહીને એ કામને ટાળતો હોય છે. જ્યારે કોઈ નિંદાપોર એનાં છિદ્રો શોધીને એ કામની અયોગ્યતા સિદ્ધ કરશે. આ રીતે માનવીના મનના ઇરાદાને શબ્દની ઢાલથી છાવરવામાં આવે છે.
મન અને જીભ કેટલાં નજીક છે ? અને છતાં સાવ વેગળા બની ગયાં છે. આવા શબ્દોના સહારે જ માનવી પોતાનું બનાવટી મહોરું આબાદ જાળવતો હોય છે. માણસ-માણસ વચ્ચે માત્ર પથ્થરની જ દીવાલ હોતી નથી, પણ શબ્દોએ રચેલી અભેદ્ય દીવાલ પણ હોય છે.
અJક જ જગા
જલ
'
' કે શિક
- 8 /