________________
૨૪ - દૃશ્ય અને અશ્ય એ શ્રીમંત હોવા છતાં શ્રદ્ધાવાન હતા. સવારના બે કલાક તો પ્રભુસ્મરણમાં કાઢતા જ.
એક યુવાન આવ્યો. બોલ્યો, “શેઠ ! પૈસાની અનિવાર્ય આવશ્યકતા છે એટલે આ માલ મારે કાઢી નાખવો છે. આપ ન લો ?”
શેઠ ગરમ થઈ ગયા. “જોતા નથી ? હું કેટલો કાર્યમગ્ન છું? જા, મહિના પછી આવજે.”
પણ શેઠ ! મારે પૈસાની આજે જ જરૂર છે. મારી મા માંદી છે.”
સાંભળતો નથી ? કામમાં છું. જા, બહાર જા, નહિ તો ધક્કો....”
ત્યાં વચ્ચે જ એણે અર્જ કરી : “એક પ્રશ્ન આપને પૂછું ? આપ ભગવાનને ચાહો છો ?'
શેઠને આશ્ચર્ય થયું. “કેમ આમ પૂછે છે ? ભગવાનને ન ચાહું ?'
“ના. તમે ભગવાનમાં નથી માનતા. અને એને ચાહતા પણ નથી. એને ચાહતા હોત તો એના જ જીવંત પ્રતીક સમા માનવને આમ ધુતકારી ધક્કો મારવા તમે તૈયાર ન થાત. જે દેશ્યને જ ન માને તે અદેશ્યને માને છે, તે કેમ મનાય ?'