SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ - દૃશ્ય અને અશ્ય એ શ્રીમંત હોવા છતાં શ્રદ્ધાવાન હતા. સવારના બે કલાક તો પ્રભુસ્મરણમાં કાઢતા જ. એક યુવાન આવ્યો. બોલ્યો, “શેઠ ! પૈસાની અનિવાર્ય આવશ્યકતા છે એટલે આ માલ મારે કાઢી નાખવો છે. આપ ન લો ?” શેઠ ગરમ થઈ ગયા. “જોતા નથી ? હું કેટલો કાર્યમગ્ન છું? જા, મહિના પછી આવજે.” પણ શેઠ ! મારે પૈસાની આજે જ જરૂર છે. મારી મા માંદી છે.” સાંભળતો નથી ? કામમાં છું. જા, બહાર જા, નહિ તો ધક્કો....” ત્યાં વચ્ચે જ એણે અર્જ કરી : “એક પ્રશ્ન આપને પૂછું ? આપ ભગવાનને ચાહો છો ?' શેઠને આશ્ચર્ય થયું. “કેમ આમ પૂછે છે ? ભગવાનને ન ચાહું ?' “ના. તમે ભગવાનમાં નથી માનતા. અને એને ચાહતા પણ નથી. એને ચાહતા હોત તો એના જ જીવંત પ્રતીક સમા માનવને આમ ધુતકારી ધક્કો મારવા તમે તૈયાર ન થાત. જે દેશ્યને જ ન માને તે અદેશ્યને માને છે, તે કેમ મનાય ?'
SR No.032285
Book TitleJivannu Amrut
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherKhimasiya Parivar
Publication Year1995
Total Pages68
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy