________________
૧૬ હરિનો મારગ
હિરનો મારગ છે શૂરાનો. દુનિયાના માર્ગથી રિનો માર્ગ જુદો કઈ રીતે ?
આ હિરના માર્ગે ચાલવા માટે છોડવાની હિંમત જોઈએ. આમાં પગથી શારીરિક રીતે ચાલવાનું નથી, પરંતુ હૃદયની ધરતી પર મનની ચેતનાથી ચાલવાનું હોય છે. હૃદયમાં પડેલા કામ અને ક્રોધના કંટકોને વીણીને ચાલવાનું છે, પ્રલોભનોના અવરોધોને ઓળંગીને વાત્સલ્યના મીઠા છાંયડે વિસામો લેવાનો છે. આ હિરના મારગે ચાલનારને કોઈ વાહન કે પશુ પર સવાર થવાનું નથી, કિંતુ પોતાની વૃત્તિ પર સવાર થવાનું છે. આવા હરિના માર્ગે ચાલવા માટે કોઈ સામાન લેવાનો ખરો ? સાથે કંઈ ભાતું બાંધવાનું ખરું ?
આ માર્ગે ચાલવાની શરૂઆત કરીએ તેમ તેમ દોષ અને કષાયનો ભાર ઓછો કરવો પડે અને પથિક પરમાત્માની સતત નજીક આવતો જશે. એણે આનંદની ખોજ કરવાની નહીં રહે. આનંદ ખુદ એને શોધીને એના અંતરમાં આવાસ કરશે.
સંસારના માર્ગોથી રિનો મારગ સાવ વિપરીત છે. સંસારનો માર્ગ સાધનસંપન્ન થવાનું કહે છે, તો રિનો માર્ગ સાધનસંપન્ન થવાનું સૂચવે છે. સંસારના માર્ગમાં બાહ્ય સમૃદ્ધિ અને અંતરનો ખાલીપો હોય છે. હિરના માર્ગમાં બહાર ફકીરી અને ભીતરમાં અમીરી હોય છે.
આવી અંતરની અમીરાત મેળવવા માટે હરિના માર્ગે ચાલનારે એક શૂરવીરની પેઠે પ્રલોભનોના કેટલાય અવરોધોને ઓળંગવાના હોય છે. હિરના માર્ગે ચાલનાર દેહથી શૂરવીર નહીં, બલકે દિલથી શૂરવીર હોવો જોઈએ.
16