________________
૨૧
દ્રષ્ટિ તેવી સૃષ્ટિ ધોમધખતા તાપમાં એક દેવાલય માટે ત્રણ મજૂરો પથ્થર તોડી રહ્યા હતા.
એક રાહદારીએ પહેલા મજૂરને પૂછયું કે તું શું કરે છે ? ત્યારે મજૂરે કંટાળાભર્યા સ્વરે કહ્યું કે પથ્થર તોડવાનું વૈતરું કરું છું.
બીજા મજૂરને પૂછ્યું તો એણે જવાબ આપ્યો કે પેટને ખાતર વેઠ
ત્રીજા મજૂરને પૂછ્યું તો એણે કહ્યું : “અરે ! હું તો પરમાત્માનું મનોરમ મંદિર સર્જી છું.”
જગતમાં આવા ત્રણ પ્રકારના માણસો મળશે. એક કામને બોજો માને છે, બીજો કામને વેઠ ગણે છે અને ત્રીજો પોતાના કાર્યમાંથી સર્જનનો આનંદ માણે છે. પોતાના કામમાંથી આનંદ શોધવો એ જ ઉલ્લાસમય જીવનની જડીબુટ્ટી છે.
માનવીની જેવી દૃષ્ટિ હોય તેવી સૃષ્ટિ મળે છે. આવી દૃષ્ટિ સપાટી પર તરવાથી નહીં, બલકે અંતરમાં ડૂબવાથી પ્રાપ્ત થાય છે.
માત્ર જન્મ ધારણ કરવાથી નહીં, પરંતુ આત્મામાં “બીજો પુરુષ જન્માવ્યા પછી દૃષ્ટિ સાંપડે છે. આવી દષ્ટિ પ્રાપ્ત કરવા માટે નિપ્રાણ શબ્દો પાસે કે રૂઢ સિદ્ધાંતોનાં કોચલાંઓ પાસે જવાની જરૂર નથી.
આ દષ્ટિ એ કોઈ મૂલ્ય નથી. કોઈ સિદ્ધિ નથી. આ દૃષ્ટિ એટલે યોગ. યોગનો અર્થ છે જોડવું. જે વ્યક્તિને સમસ્તની સાથે જોડીને એકરૂપ બનાવે તે યોગ કહેવાય.
આજે માનવીનું મન નાનું થતું જાય છે. પરમાર્થ ભૂંસાતો જાય છે અને સ્વાર્થ ઘૂંટાતો જાય છે, એનાં જીવનમૂલ્યો ઓગળી રહ્યાં છે અને શ્રદ્ધાની આધારશિલા ખસી ગઈ છે ત્યારે જરૂર છે જીવનની ક્ષિતિજો વિકસાવવા માટે આગવી જીવનદૃષ્ટિની.