________________
૧૨ દુ:ખ : ગુણકારી ઔષધ જોશુઆ લીબમન નામના એક જોશીલા અને આદર્શવાદી યુવક પાસે કેટલાય મનોરથ અને મહેચ્છા હતાં. એક દિવસ એણે એવી એક યાદી બનાવી કે કઈ કઈ વસ્તુ પોતાના જીવનમાં મળે તો એ ધન્ય થઈ જાય. જે લોકોએ એમના જીવનમાં આ બધું મેળવ્યું હતું, તેમના તરફ એમણે અહોભાવ દાખવ્યો હતો. આમાં સ્વાથ્ય, સુખ, સૌંદર્ય, સંપત્તિ જેવી ઘણી બાબતોનો સમાવેશ થતો હતો.
જોશુઆ લીબમન આ યાદી લઈને એક વૃદ્ધની પાસે ગયો અને તેમને આ યાદી ચકાસી જવાનું કહ્યું. એણે કહ્યું કે આમાં જીવનની એકેએક પ્રાપ્ત કરવા યોગ્ય મહત્ત્વની બાબતો આવી જાય છે.
- પેલા વૃદ્ધ આ યાદી વાંચીને કહ્યું કે આમાં જીવનમાં સૌથી વધુ સાર અને ઉપદેશ આપનારી બાબત તું ભૂલી ગયો છે.
જોશુઆ લીબમને ભારે તકેદારી રાખીને આ યાદી તૈયાર કરી હતી. કેટલાય દિવસો સુધી આ વિશે એણે વિચાર કર્યો હતો. પણ વૃદ્ધે કહ્યું કે આનો ખ્યાલ વિચારથી નહીં આવે, બલકે અનુભવથી આવે તેવો છે.
યુવાન જોશુઆ લીબમને સૌથી મહત્ત્વની બાબત કઈ છે, તે જણાવવા વિનંતી કરી ત્યારે પેલા અનુભવી વૃદ્ધે કહ્યું કે જીવનમાં સૌથી વધુ મહત્ત્વની બાબત દુઃખ છે, એના જેવો બીજો કોઈ શિક્ષક નથી.
“દુઃખ સબકો માંજતા હૈ'. એ કવિ અશેયજીની પંક્તિ દુ:ખનું ગૌરવ દર્શાવે છે. દુઃખ એ ગુણકારી ઔષધ છે. એ ઉગ્ર કે અપ્રિય લાગે, પણ સાચી રીતે સમજનારને માટે ઉદ્ધારક બને છે. વ્યક્તિ સ્વસ્થ બને છે. “સ્વસ્થ” એટલે “સ્વ'માં સ્થિર થવું. આવી સ્વસ્થતાથી જીવન પ્રત્યેનો એક ગંભીર દૃષ્ટિકોણ એને પ્રાપ્ત થાય છે અને એના વૈચારિક જગતની પ્રૌઢતા વધે છે. આ રીતે દુઃખ એ માનવઆત્માની શુદ્ધિનું પ્રબળ સાધન