Book Title: Jivannu Amrut
Author(s): Kumarpal Desai
Publisher: Khimasiya Parivar

View full book text
Previous | Next

Page 16
________________ જીવન જીવી જાણો જીવનથી ભાગવાનું વિચારનારથી ખુદ જીવન ભાગે છે. હકીકતમાં જીવનથી કંટાળવું નહીં. જીવન જીવી જાણો. જીવન જીવવા જેવું છે તે સ્વીકારો. જીવન આનંદમય છે તેમ વિચારો. નિરાશ નજરે વૃક્ષોને જોનારને વૃક્ષો રડતાં લાગે છે. એને વસંતમાં પાનખર દેખાય છે, આશાભરી નજરે ઉલ્લાસથી જીવનને જોનારને જીવન આનંદથી ભરપૂર લાગે છે અને વૃક્ષોમાં વસંત દેખાય છે. જગતમાં સૌથી મોંઘી ચીજ હોય તો તે આપણું જીવન છે. સૌથી જાળવવા જેવી ચીજ હોય તો તે આપણું જીવન છે. માણવા જેવી ચીજ હોય તો તે આપણું જીવન છે. દેવો પણ જે જીવનને ઝંખે છે એવા માનવજીવનનું મૂલ્ય કેટલું બધું છે ! અંધારામાં મળી ગયેલો નાનકડો કાચ આમ તો ફેંકી દઈએ, પરંતુ ખબર પડે કે એ કોઈ સામાન્ય કાચ નથી, પણ અમૂલ્ય કોહિનૂર હીરો છે તો પછી આપણે એને કેવો જાળવીએ છીએ ! આપણને પ્રાપ્ત થયેલા જીવનની આવી જ મહત્તા છે. એને નહીં જાણનાર કોલસો માનીને ફેંકી દે છે. એને પારખનાર કોહિનૂર હીરો માનીને સાચવે છે. આ જીવનની પવિત્ર આગમ ગ્રંથોમાં એટલી બધી કિંમત આંકેલી છે કે એની એક પળ પણ વ્યર્થ જવી જોઈએ નહીં. ખુદ ભગવાન મહાવીર સ્વામીએ પોતાના પરમ શિષ્ય ગણધર શ્રી ગૌતમ સ્વામીને કહ્યું હતું કે ‘‘સમયમ્ ગોયમ મા પમાયએ.'' ‘‘હે ગૌતમ, પળનો પણ પ્રમાદ કરીશ નહીં.' ’ 肝表 કો

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68