________________
યશસ્વી જીવનની મહેંક જશોદાબહેન લખમશી ખીમસીયા
જન્મ, જરા અને મૃત્યુથી ભરેલા આ સંસારમાં વિરલ આત્માઓ ઉત્તમ પ્રકારે ધર્મઆરાધના કરીને પોતાનું જીવન સફળ અને સાર્થક બનાવે છે. જશોદાબહેને સ્વજીવનમાં તો ધર્મની ઉત્કૃષ્ટ આરાધના કરી, પરંતુ સાથોસાથ પરિવારનાં સ્વજનોમાં અને આસપાસના સમાજમાં પણ ધર્મમય જીવનની સુંદર સુવાસ ફેલાવી. આવાં જશોદાબહેનનો જન્મ ઈ.સ. ૧૯૨૧માં સૌરાષ્ટ્રના જામનગરના હાલાર તાલુકાના નવા ગામમાં થયો હતો. એમના પિતાનું નામ શ્રી વેલજીભાઈ દેપાળભાઈ અને માતાનું નામ મઘીબહેન હતું.
જશોદાબહેનનાં લગ્ન લખમશી ગોવિંદજી ખીમસીયા સાથે જામનગરની નજીક આવેલા ચેલા ગામમાં થયાં. સત્તર વર્ષની ઉંમરે જશોદાબહેન આફ્રિકા આવ્યાં અને આફ્રિકામાં પચીસ વર્ષ સુધી ધર્મમય જીવન વ્યતીત કર્યું.
બાળપણથી સાંપડેલા ધર્મના સંસ્કારો સતત જાગ્રત રાખ્યા. નિઃસ્વાર્થ સેવા, સાદું જીવન, વાત્સલ્યપૂર્ણ વ્યવહાર અને લાગણીભર્યાં સ્વભાવને કારણે એમણે સહુનો પ્રેમ સંપાદન કર્યો.
જશોદાબહેનનું જીવન જેટલું ધન્ય છે, તેટલું જ ધન્ય મૃત્યુ છે. બન્યું એવું કે તેઓના અવસાન અગાઉ કેટલાય દિવસથી સ્વાભાવિક રીતે તેમની ધર્મભાવનામાં અનોખી વૃદ્ધિ થવા પામી હતી. શુભગતમાં જનારા આત્માની લેશ્યા મૃત્યુ પહેલાં વધુ શુદ્ધ ભાવ પામે છે અને આવા પુણ્યાત્માઓને શુભ સંયોગની પરંપરા ઉત્તરોત્તર અધિક મળે છે.
જીવનની અંતિમ વેળાએ ધર્મમય આરાધના અને ધાર્મિક ભાવની વૃદ્ધિ કરાવનાર ઉત્તમ આત્માઓનો સંયોગ પ્રાપ્ત કરવો અતિ દુર્લભ ગણાય, પરંતુ જશોદાબહેનને આ સમયે શાંત સ્વભાવી ધાર્મિક શિક્ષક શ્રી રમણિકલાલ ચંદુલાલ પારેખનો શુભ સંયોગ અંતિમ દિવસોમાં સાંપડ્યો અને જશોદાબહેનનું જીવન ધર્મ-આરાધનાથી વધુ ઉજ્વળ બન્યું. છેલ્લે મોમ્બાસામાં યોજાયેલ ભવ્ય પ્રતિષ્ઠામહોત્સવમાં એમણે ધર્મલાભ લીધો.
A
VIII