Book Title: Jivannu Amrut
Author(s): Kumarpal Desai
Publisher: Khimasiya Parivar

View full book text
Previous | Next

Page 9
________________ ધર્મભાવનાનો પ્રભાવ લખમશીભાઈ ગોવિંદજી ખીમસીયા દુર્લભ એવું માનવજીવન સાંપડ્યું હોય અને એમાં ઉત્તમ જૈનધર્મ પામ્યા હોઈએ, ત્યારે જીવનના સાર્થક્યની પરાકાષ્ઠા સધાય છે. એમાં પણ પૂર્વજન્મના ઉત્તમ સંસ્કારોનો યોગ થયો હોય અને ધર્મપરાયણ માતા-પિતા પાસેથી સંસ્કાર-સિંચન સાંપડ્યું હોય, ત્યારે તો આખો ય જીવનબાગ ધર્મભાવનાથી મહેકી ઊઠે છે. સૌરાષ્ટ્રની ભૂમિ પર આવેલા જામનગરની નજીક હાલાર પ્રદેશના ચેલા ગામમાં શાહ ગોવિંદજી વીરજી ખીમસીયાને ત્યાં લખમશીભાઈનો ઈ.સ. ૧૯૨૧ની પાંચમી જાન્યુઆરીએ જન્મ થયો. વારસામાં પાવન સંસ્કાર અને સાત્ત્વિક વાતાવરણ સાંપડ્યાં. લખમશીભાઈના પિતા ગોવિંદજીભાઈ અને માતા લખમાબહેનના અણુએ અણુમાં જૈનધર્મ પ્રત્યે દૃઢ શ્રદ્ધા અને વીતરાગ પરમાત્મા તરફની ઉત્કૃષ્ટ આસ્થા રહેલી હતી. પરિણામે બાળપણથી જ લખમશીભાઈના આત્મા પર મૈત્રી, કરુણા, અનુકંપા જેવી જુદી જુદી ભાવનાઓના રંગ લાગ્યા. એમના પિતા શ્રી ગોવિંદજીભાઈના હૃદયમાં કેવી ધર્મભાવના હતી તેનો જીવંત ચિતાર આજથી વર્ષો પૂર્વે એમણે લખેલા એક પત્રમાં તાદશ થાય છે. તેઓ મનુષ્યજીવનની સાચી સાર્થકતા શેમાં છે એ દર્શાવતાં કહે છે : “નિઃસ્વાર્થી ચારિત્રવાન પુરુષો છે, તેઓ જ સાચો ઉપદેશ આપી જગતને ધર્મ માર્ગે ચડાવે છે. એ સાચું છે કે આપણે બધા સંસારી જીવો કર્મવશ હોવાથી સરખા વિચારના નથી અને એ રીતે જીવનમાં ભલે દરેકને બોધ એકસરખો લાગુ ન પડે અને કંઈ ને કંઈ તફાવત ભલે હોય, પરંતુ દિલમાં જો દયા હોય તો તે ઘણી મોટી છે. તેમાં ઘણો મોટો લાભ છે. જો અંગમાં દયા હોય તો દાન થાય અને કોઈ જીવને અભયદાન મળી જાય તો બેડો પાર થઈ જાય.” આમ, સૌથી મહાન દાન એવા અભયદાનનો મહિમા દર્શાવીને જીવનમાં સંતોષ અને માનવજન્મની સાર્થકતા વિશે શ્રી ગોવિંદજીભાઈ એમની સીધી સાદી પણ હૈયાસોંસરવી ઊતરી જાય તેવી ભાષામાં લખે છે : છે VI

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68