Book Title: Jinshasan na Zalhlta Nakshatro Part 02
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 15
________________ સ્થળે શ્રી ગૌતમસ્વામીજીની સ્ફટિકરત્નની અતિ સુંદર મૂર્તિ તથા સ્ફટિક રત્નના પૂજયશ્રીની ચરણપાદુકા પ્રતિષ્ઠિત થયેલ છે. આચાર્યશ્રીના જીવન-પ્રસંગો પણ સુવર્ણ અક્ષરોથી અંકિત કરાયા છે. આચાર્ય શ્રી કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્રનો આત્મા છે. આચાર્ય શ્રી પદ્મસાગરસૂરિજીએ ભારત ભરમાં લગભગ એક લાખ કિલોમીટરના વિહાર દરમ્યાન અસુરક્ષિત, ઉપેક્ષિત તેમજ નષ્ટ થઈ રહેલ ભારતીય સંસ્કૃતિના અનુપમ વારસાને લોકોને તેમજ સંઘોને પ્રેરિત કરીને લગભગ બે લાખની આસપાસ આગમ, ન્યાય, દર્શન, યોગ, વ્યાકરણ, ઈતિહાસ જેવા અનેક વિષયોનું અદભુત જ્ઞાન ધરાવતો પ્રાચીન દુર્લભ હસ્તલિખિતશાસ્ત્ર-ગ્રંથનો સંગ્રહ કરાવેલ છે. આટલો વિશાળ સંગ્રહ કોઈ પણ જ્ઞાનભંડારમાટે ગૌરવનો વિષય છે. જ્ઞાનમંદિરમાં વિદ્વાનો, સંશોધકો, વાચકો માટે જૈનધર્મ, ભારતીય પ્રાચ્યવિધા, સંસ્કૃતિ, ધર્મ કલા અને દર્શન સમ્બન્ધિત લગભગ દોઢ લાખ ઉપરાંત મુદ્રિત પ્રતો તેમજ પુસ્તકોનો પણ સંગ્રહ છે. હસ્તલિખિત તેમજ મુદ્રિત ગ્રંથો અને પત્ર-પત્રિકાઓમાં રહેલ કૃતિઓની વિશિષ્ટ તેમજ વિસ્તૃત સૂચિ માહિતીઓ એક આગવી પદ્ધતિથી વિશ્વમાં પહેલીવાર કપ્યુટર પ્રોગ્રામ દ્વારા એન્ટ્રી કરવામાં આવેલ છે. જેના આધારે ઝીણામાંઝીણી માહિતી સરળતાથી પ્રાપ્ત થઈ શકે છે. આ માહિતીના આધારે ગુરૂભગવંતો તથા વિદ્વાનો ખુબજ ઉંચા દરજ્જાના સંશોધન, અભ્યાસ વિગેરે કાર્યો મોટા પાયા ઉપર કરી રહ્યા છે. જ્ઞાનમંદિરની કપ્યુટરાઈઝડશાખા અમદાવાદ પાલડી વિસ્તારમાં પણ આવેલ છે. જ્ઞાનમંદિરમાં પ્રસ્થાપિત સમ્રાટ સંપ્રતિ સંગ્રહાલયમાં પ્રાચીન જૈન વારસા રૂપ કલાકૃતિઓ તથા પુરાવસ્તુઓને બહુજ સુંદર રીતે ધાર્મિક તથા સાંસ્કૃતિક ગૌરવને અનુરૂપ પ્રદર્શીત કરાયેલ છે. | દર્શનાર્થીઓ તથા જ્ઞાન-પિપાસુઓ શ્રુતસરિતા-બુકસ્ટોલમાં જૈન ધાર્મિક, વૈરાગ્યવર્ધક સાહિત્ય, આરાધના સામગ્રી, ધાર્મિક ઉપકરણ, સી.ડી. કેસેટ આદિ પ્રાપ્ત કરી શકે છે. | જ્ઞાન, ધ્યાન તથા આત્મારાધના માટે અતિભવ્ય સ્થળ તરીકે વિકસે તે હેતુ અહિયાં બે અલગ-અલગ આરાધના ભવનોનું નિર્માણ કરાયેલ છે. આ ભવનમાં સાધુસાધ્વીજી ભગવંત સ્થિરતા કરી પોતાની સંયમ આરાધના, વિશિષ્ટ જ્ઞાનઅભ્યાસ, સ્વાધ્યાય આદિથી પોતાના સમયનો સદુપયોગ કરે છે. વિદ્વાનો માટે પ્રાથમિક સુવિધાયુક્ત દશમુમુક્ષુકુટીરોનું નિર્માણ કરાયેલ છે. ' | યાત્રિકો તથા મહેમાનોના રહેઠાણ હેતુ સુવિધાયુક્ત યાત્રિક ભવનનું નિર્માણ કરાયેલ છે. જેમાં વાતાનુકુલિત તેમજ સામાન્ય એમ બન્ને થઈને કુલ ૪૯ રૂમોની સુવિધા છે. શુદ્ધ અને સાત્વિક ભોજનની વ્યવસ્થા માટે ભોજનશાળા તથા અલ્પાહારગૃહની પણ સુંદરવ્યવસ્થા કરવામાં આવી છે. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 ... 620