________________
ધર્મ, શ્રુત
* કોબાતીર્થ
અગાન તેમજ કે
Iનું ત્રિવેણી
ના સંગમ - ફો
શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર, કોબા, ગાંધીનગર (ગુજરાત)
જૈન ધર્મ તથા સંસ્કૃતિનું મુખ્ય સ્થળ- ગુજરાત રાજ્યની રાજધાની ગાંધીનગર - અમદાવાદના રાજમાર્ગ પર આવેલ સાબરમતી નદીની ઘટાદાર વૃક્ષોથી ઘેરાયેલ ધર્મ, શ્રુતજ્ઞાન અને કલાના ત્રિવેણી સંગમરૂપ કોબાતીર્થ પ્રાકૃતિક સૌદર્ય, શાંતિ તેમજ આધ્યાત્મિકતા દ્વારા સૌને આકર્ષે છે.
| \ જય ગરછ ાધિપતિ આચાર્ય શ્રી કૈલાસસાગરસૂરિજીના પ્રશિષ્ય રાષ્ટ્રસંત, યુગદ્રષ્ટા, શ્રતોદ્વારકા આચાર્ય શ્રી પદ્મસાગરસૂરિજી મ.સા.ના શુભાશીર્વાદથી શ્રી
મહાવીર જૈન આરાધના કેન્દ્ર કોબાની સ્થાપના ૨૯ ડિસેમ્બર, ૧૯૮૦ના રોજ થયેલ છે. પૂજ્ય ગચ્છાધિપતિજીનું એવું સ્વપ્ન હતું કે આ સ્થળ પર ધર્મ, આરાધના અને જ્ઞાનસાધનાની કોઈ એકાદ પ્રવૃત્તિની જ નહીં પરંતુ જ્ઞાન-ધર્મકલા જેવી અનેક પ્રવૃત્તિઓનો મોટો સંગમ હોય. આચાર્ય શ્રી પદ્મસાગરસૂરિજીએ પૂજ્યશ્રીની ઉચ્ચ ભાવનાનુસાર ધર્મ, ક્લા અને શ્રુતજ્ઞાનના ત્રિવેણી સંગમરૂપ આ તીર્થનો વિકાસ કરી પૂજ્યશ્રીના સપનાને સાકાર કર્યુ છે. કોબાતીર્થ આજે ધર્મશાસનની અનેક સેવાઓથી ધમધમે છે.
હૃદયમાં અલૌકિક ધર્મભાવના જગાડનાર જિનેશ્વર પ્રભુ શ્રી મહાવીરસ્વામીનું સુંદર તેમજ શિલ્પકલાથી મઢેલું મહાવીરાલય દર્શનીય છે. મંદિરને પરંપરાગત શૈલી તેમજ બારીક બેનમૂન કોતરણી દ્વારા શોભાયમાન કરાયેલું છે. મંદિરની એક અવિસ્મરણીય ખાસિયત એ છે કે આચાર્ય શ્રી કૈલાસસાગરસૂરિ મ.સા.ના અન્તિમ સંસ્કાર સમયે દર વર્ષે ૨૨ મે ના બપોરે બે ને સાત મીનિટે સૂર્ય કિરણો શ્રી મહાવીરસ્વામીનું ભાલ તિલક શોભાયમાન કરે છે અને દેરાસર ઝળહળી ઉઠે છે. ' | પૂજ્ય આચાર્યશ્રી કૈલાસસાગરસૂરિજીના પુણ્ય દેહના અંતિમ સંસ્કારના
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org