Book Title: Jain Yug 1960 Author(s): Sohanlal M Kothari, Jayantilal R Shah Publisher: Jain Shwetambar Conference View full book textPage 6
________________ જૈન યુગ ઉડાવવી પડી છે, એનો ઇતિહાસ જેમ રોચક છે તેમ રોમાંચક પણ છે. પણ એ તો બધી ગઈ કાલની વાત થઈ. એટલે અત્યારે તો જે વાતનો વિશેષ વિચાર કરવાની જરૂર છે તે તો હવે સંસ્થાએ અને સમાજે શું કરવું, એ જ છે. મતલબ કે ભૂતકાળના વિવિધ પ્રકારના સારા-માઠા અનુભવના પ્રકાશમાં અત્યારે શું કરવાની જરૂર છે, એનો વિચાર કરવો એ જ ખરી અગત્યની બાબત ગણાય. ધણા મહિનાઓથી ધણા સમાજ હિતેચ્છુઓ, કૉન્ફરન્સના ચાહકો અને વિચારકોને એમ લાગ્યા જ કરતું હતું કે કૉન્ફરન્સ પોતાના સમાજસેવાના કાર્યને જોઈએ તેટલા વેગપૂર્વક અને જોઈએ તેટલી વ્યાપક રીતે આગળ વધારી શકતી નથી, એનું કારણ શોધીને એનો સત્વર લાજ હાથ ધરવો જોઇએ. અને આ માટે કૉન્ફરન્સનું અધિવેશન ખોલાવીને, આની પુખ્ત ચર્ચા-વિચારણા કરીને. યોગ્ય માર્ગ શોધી કાઢવો જોઈએ; એ માર્ગ નિશ્ચિત બનાવી લેવો જોઈ એ ! એમ થાય તો જ આપણે સમાજસેવા માટે ધારી દિશામાં ધારી ઝડપે આગળ વધી શકીએ. કોન્ફરન્સના જવાબદાર અધિકારીઓ સમાજમાં પ્રવર્તમાન થયેલી આ લોકલાગણીથી સારી રીતે માહિતગાર હતા; અને તેથી જ તેઓ છેલ્લા દસ-બાર મહિનાઓથી કૉન્ફરન્સનું અધિવેશન વહેલામાં વહેલી તકે ભરાય એ માટે પ્રયત્નો કરી રહ્યા હતા. આની સાથોસાથ કૉન્ફરન્સના અધિકારીઓ એ પણ જોઈ શક્યા હતા કે કૉન્ફરન્સનું અધિવેશન વારંવાર મુંબઈમાં ભરાય, એના કરતાં દેશમાં બીજા કોઈ અનુકૂળ સ્થાને ભરી શકાય તો કૉન્ફરન્સના પ્રચાર અને કાર્યની દૃષ્ટિએ, કૉન્ફરન્સ અને સમાજ, એ બન્નેને માટે વધારે લાભકારક થાય, વ્યાપક પ્રચાર કરવો હોય કે નક્કર કાર્ય કરવું હોય, એ બન્ને દૃષ્ટિએ લોકસંપર્ક એ વિશેષ આવશ્યક બાબત છે; અને મુંબઈથી દૂર કોઈ અનુકૂળ સ્થળે અધિવેશન ભરવામાં આવે તો લોકસંપર્કને વિશેષ અવકાશ રહે છે, એ સહેજે સમજી શકાય એવી વાત છે. હવે તો એ સર્વત્ર વિદિત થઈ જ ચૂક્યું છે કે કૉન્ફરન્સ કાર્યાલયના બહારગામ અધિવેશન ભરવાના પ્રયત્નો કામિયાબ થઈ ચૂક્યા છે; અને પંજાબની શ્રી. આત્માનંદ જૈન મહાસભા પંજાબના શ્રીસદ્મનું ર જાન્યુઆરી ૧૯૬૦ પ્રતિનિધિત્વ ધરાવે છે. એણે કૉન્ફરન્સનું એકવીસમું અધિવેશન પંજાબમાં ભરવા માટે આપેલ આમંત્રણનો સ્વીકાર કરવામાં આવ્યો છે. પંજાબમાં અધિવેશન ભરવાના આમંત્રણનો રવીકાર કર્યાં બાદ અધિવેશનના સ્થળનો નિર્ણય થવો બાકી હતો. હવે એ નિર્ણય પણ લેવાઈ ચૂકયો છે. આ માટે શ્રી. આત્માનંદ જૈન મહાસભાએ પોતાની પસંદગી લુધિયાણા શહેર ઉપર ઉતારી છે; અને અધિવેશન માટે જરૂરી તૈયારીઓ કરવા માટે સ્વાગત સમિતિની રચના કરીને એના પ્રમુખ તરીકે શ્રી. આત્માનંદ જૈન મહાસભાના અધ્યક્ષ, લાલા શ્રી વેંધરાજની વણી કરી છે. આ રીતે આ અધિવેશનને સફળ બનાવવા માટે પંજાબના શ્રી સંઘે યજમાન તરીકે જે પૂર્વ તૈયારીઓ શરૂ કરી દેવી જોઇ એ, એ માટે એ પૂરેપૂરો જાગ્રત અને ક્રિયાશીલ બની ગયેલ છે, એ ખરેખર આનંદની વાત છે. પંજાબના શ્રીસંધનો આ અધિવેશન માટેનો અનેરો ઉત્સાહ જોતાં, પોતાને આંગણે આવનાર મહેમાનો માટે બધી સુખસગવડો પૂરી પાડીને, પંખી ભાઈ...હેનો પોતે હાથ ધરેલ આ મહાન કાર્યને સારી રીતે પાર પાડવામાં અવશ્ય સફળ થશે, એવી આશા જરૂર રાખી શકાય. પરંતુ પોતે માથે લીધેલ કાર્યને પાર પાડવા માટે અધિવેશનનું આમંત્રણ આપનાર યજમાન રાતદિવસ મહેનત કરીને, અને પોતાનાં ઊંઘ અને આરામ અળગાં કરીને મહેમાનો પૂર્ણ સંતુષ્ટ બને એવી વ્યવસ્થા કરવામાં સફળ થાય, એટલા માત્રથી કોઈપણ અધિવેશન પૂરું સફળ થયું ન લેખાય. યજમાનની આ સફળતા સિક્કાની એક બાજુની જેમ, અડધી સફ્ળતા જ લેખી શકાય. સિક્કાની બીજી બાજુની જેમ, યજમાનો જેટલું જ કામ મહેમાનો પણ સફળતાપૂર્વક કરી બતાવે તો જ એ અધિવેશન સાચા અર્થમાં સંપૂર્ણ સફળ થયું ગણી શકાય. આ રીતે આ કાર્યને પૂર્ણ સફળ બનાવવાની જવાબદારી કૉન્ફરન્સના અધિવેશનનું આમંત્રણ આપનાર પંજાબના ભાઈઓની નહીં પણ અધિવેશનમાં હાજર રહેનાર બધા પ્રતિનિધિઓની છે, એ કહેવાની જરી ન હોય. અલબત્ત, આ પ્રતિનિધિઓમાં પંજાબના પ્રતિનિધિઓ પણ આવી જ જાય છે. એટલે, જેમ એક બાજુ આ અધિવેશન માટે જરૂરી સુખસગવડો અને વ્યવસ્થા માટે પંજાબ શ્રીસંધPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 154