Book Title: Jain Yug 1960
Author(s): Sohanlal M Kothari, Jayantilal R Shah
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 5
________________ મળયુગે श्री जैन श्वेताम्बर कोन्फरन्स का मुखपत्र વર્ષ: જનું ૨૨, નવું ૩ * વીરાત સં. ૨૪૮૬, વિક્રમાક ૨૦૧૬ * તા. ૧ જાન્યુઆરી ૧૯૬૦ % અંક ૩ णाणं किरियारहियं किरियामेत्तं च दो वि एगंता। भसमत्था दाएउ जम्म-मरण दुक्ख मा भाई॥ ક્રિયા વિનાનું જ્ઞાન અને માત્ર જ્ઞાનશૂન્ય ક્રિયા એ બન્ને એકાંગી છેડાઓ છે. જન્મ-મરણના દુ:ખમાંથી અભ્યપણું આપવાને તે અસમર્થ છે. -સિદ્ધસેન દિવાકર · સન્મતિ પ્રકરણ हवे विलंब न करी ओ પવન, પાણી અને પ્રકાશની જેમ, સમાજસેવાને વરેલી જાહેર સંસ્થાઓ ઉપર તે તે સમાજનો પૂરેપૂરો અધિકાર લેખાય. એટલે સમાજની સેવા માટે સદા-સર્વદા ખડે પગે તૈયાર રહેવું એ આવી સંસ્થાની ફરજ લેખાય, અને એવી સંસ્થા વિશેષ પ્રાણવાન, શક્તિશાળી અને પ્રગતિશીલ બને એ રીતે એને હંમેશાં સાથ આપતા રહેવું એ સમાજની અને સમાજની પ્રત્યેક વ્યક્તિની ફરજ લેખાય. આ રીતે બને તરફથી પોત પોતાની ફરજનું યથાર્થ પાલન થતું રહે તો જ સમાજ અનેક મુશ્કેલ પરિસ્થિતિમાંથી પણ સુખરૂપ માર્ગ કરીને પોતાનું અસ્તિત્વ. વર્ચસ્વ અને ગૌરવ ટકાવી રાખી શકે અને સંસ્થા શક્તિના પુંજ સમી બનીને ગમે તેવા કપરા સમયમાં પણ પોતાની શક્તિ અને હરતીને ટકાવી શકે. પાંચ દાયકા કરતાંય વધુ સમય ઉપર વિસ્તરેલા કૉન્ફરન્સના જીવનમાં અનેક ખાડા-ટેકરા આવી ગયા. કયારેક આસપાસનાં વિરોધી બળોએ પોતાનું બળ અજમાવીને કોન્ફરન્સની શક્તિને ઓછી કરવાનો પ્રયાસ કર્યો, તો ક્યારેક અનેક વિરોધી બળોને ડારીને, એમને પાછાં હઠાવીને અને એમનાથી જરાય વિચલિત થયા વગર જ કોન્ફરન્સ સમાજ જાગૃતિ અને સમાજસેવાના પોતાના રથને આગળ વધાર્યો. જેમ વ્યક્તિનું જીવન આરોહ અવરોહ વગરનું હોતું નથી, એ જ વાત કોઈ પણ સંસ્થાને માટે પણ એટલી જ સાચી છે. કદાચ એમ જ કહી શકાય કે આરોહ-અવરોહ વગરનું જીવન જ હોઈ શકતું નથી–પછી ભલે એ સરથા હોય કે વ્યક્તિ. મુદ્દાની વાત એટલી જ છે કે આરોહ-અવરોહના મહા ઝંઝાવાતમાં પણ. નામશેષ બની જવાને બદલે, જે પોતાના અસ્તિત્વને ટકાવી રાખે છે, એને કયારેક પણું પૂર્ણકળાએ પ્રકાશમાન બનવાનો અવસર મળી જાય છે. “જીવતો નર ભદ્રા પામે” એ લોકોક્તિનું, વ્યક્તિની જેમ સંસ્થાને માટે પણ, આ જ રહસ્ય છે. કોન્ફરન્સને પોતાનું અસ્તિત્વ આજ * લગી હાવી રાખવામાં જે જાગૃતિ દાખવવી પડી છે, જે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે, અને જે મહેનત

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 154