Book Title: Jain Tattva Parichay
Author(s): Ujjwala Shah, Dinesh Shah, Dipak M Jain
Publisher: Kanjiswami Smarak Trust Devlali

View full book text
Previous | Next

Page 9
________________ પર પુસ્તક લખવાં ઘણાંએ સુચવ્યું. ચેમ્બરના શ્રી અરવિંદભાઈ મોતીલાલ દોશી રોજ શ્રી. દિનેશચંદ્ર પાસે સ્વાધ્યાય કરવા, શાસ્ત્ર શ્રવણ કરવાં આવે છે. તેમણે પુસ્તક વિષે આગ્રહ કર્યો. તેથી પુસ્તકની દ્રષ્ટિએ બધાં લેખો ફરીથી જોઈ ગઈ, ઘણી જગ્યાએ વધુ માહિતી જેડી, અંદરના નં. ૧૬ અને ૧૭ એ બે લેખો પણ વધાર્યા. બ્ર. પં. યશપાલ જૈને એ લેખો વાંચી ઘણું જ સમાધાન વ્યકત કર્યું અને મહત્વની અનેક સૂચનાઓ પણ આપી તે માટે તેમનો આભાર માનીએ એટલો ઓછો જ છે. આ લેખોને પુસ્તક રૂપ આપવામાં મારા પતિ શ્રી. દિનેશચંદ્રનો સિંહભાગ છે. કોઈપણ કામ રેખાબદ્ધ અને પદ્ધતિસર કરવાની એમની કલા અને હાથમાં લીધેલું કામ ગમે તેટલાં અંતરાયો આવે છતાં છેલ્લે સુધી પાર પાડવાની તેમની આવડત અહીં ઘણી ઉપયોગી નીવડી. પુસ્તકના સંપાદનનું કાર્ય પણ તેમણે જ યશસ્વી રીતે સંભાળી લીધું. તેનું પ્રમાણ તમારી સામે જ છે. જૈન તત્ત્વજ્ઞાનનો અભ્યાસ પ્રત્યેક વ્યક્તિએ કરવો જોઈએ. નાનાં મોટાં, જૈન-અજૈન પ્રત્યેકને એનાથી નિશ્ચિત જ પોતાનું સ્વરૂપ' ઓળખવામાં મદદ થાય છે. જૈન સિદ્ધાન્ત પ્રવેશિકા' જેવાં પ્રશ્ન-ઉત્તરરૂપે પુસ્તકો છે જ. તે જ પ્રશ્નોત્તરીને બોલી ભાષામાં વિસ્તૃત વિવેચન અને દાખલા સહિત મુકવાનો પ્રયત્ન કર્યો છે. કેટલે ઠેકાણે શાસ્ત્રોનો આધાર લઈ તત્ત્વોમાં કયાંય ભૂલ ન રહી જાય તે વિષે ચોકસાઈ કરી છે. જૈન તત્ત્વોનો પ્રાથમિક અભ્યાસ કરવાની ઈચ્છા ધરાવનારાઓને આ પુસ્તક માર્ગદર્શનરૂપ બનશે એવી આશા વ્યકત કરું છું. આ લખાણ નિમિત્તે મારું જૈન તત્ત્વો વિષે સતત ચિંતન મનન થતું હતું એ જ હું મારો મોટો લાભ સમજું છું. - ડૉ. સો. ઉજજવલા શહ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 194