Book Title: Jain Tattva Parichay Author(s): Ujjwala Shah, Dinesh Shah, Dipak M Jain Publisher: Kanjiswami Smarak Trust Devlali View full book textPage 8
________________ પોતાની બુદ્ધિ વિષે ગર્વ નહીં તો પણ અભિમાન નિશ્ચિત જ હતું. પણ તત્ત્વજ્ઞાન આગળ આ લૌકિક અભ્યાસ કેટલો વામણો છે તેની જાણ થઈ આવી. મારા પતિ શ્રી. દિનેશચંદ્ર પણ ટ્રિપલ ગ્રેજયુએટ, અમારા બન્નેનો સ્થિર વ્યવસાય અને લૌકિક નિશ્ચિંતતા, રીના-મોના જેવી બે મીઠડી અને સમજુ દીકરીઓને કારણે અમારા જેવાં સુખી કોઇક જ હશે એવું ન લાગે તો જ નવાઈ ! મારાં સસરા શ્રી. માણિકલાલ હરિચંદ શહાને શિક્ષણ માટે અપાર પ્રેમ અને કૌતુક હતાં. લૌકિક શિક્ષણ સાથે ધાર્મિક શિક્ષણમાં પણ તેમણે વારંવાર પ્રેરણા આપી. વચ્ચે વચ્ચે જુદાં જુદાં પ્રવચનકારોનો લાભ મળતો ગયો અને વચ્ચે વચ્ચે ધાર્મિક અભ્યાસ શરૂ થયો. જેમ જેમ વધુ અભ્યાસ થતો ગયો તેમ તેમ મર્મ સમજાવા લાગ્યું, સાચા ધર્મનું સ્વરૂપ સમજણમાં આવ્યું. સ્વાધ્યાયની રૂચિ વધતી ગઈ, અમે વારંવાર શિબિરો-પ્રવચનોમાં હાજર રહેવા લાગ્યા. પ્રાથમિક જ્ઞાન થયા વગર માત્ર પ્રવચનો કે ગ્રંથોનો આશય સરખો સમજાતો નથી, એ પોતાનાં અનુભવ પરથી જ સમજાયું. સ્વાધ્યાય માટે અમે બન્નેએ ઓગષ્ટ ૯૨ માં વ્યવસાયમાંથી નિવૃત્તિ લીધી. બન્ને દીકરીઓ પણ દૂર ગઈ-રીનાનાં લગ્ન થયાં અને મોના મેડિકલના છેલ્લાં વર્ષ માટે હોસ્ટેલમાં રહેવા ગઈ. દરમિયાન શ્રાવિકાશ્રમ તરફથી બ્ર. વિધુલ્લતાબેને અમને બન્નેને પ્રવચન માટે સોલાપૂર બોલાવ્યાં. ત્યારે જવાનું શકય ન હોવાથી મેં ‘શ્રાવિકા’ માસિક માટે અમસ્તો એક પત્રરૂપે લેખ મોકલ્યો. તે ‘શ્રાવિકા’માં છપાઈ આવ્યો. વિદ્યુલ્લતાબેને તે લેખનું સ્વાગત કર્યું અને આ ઉપક્રમ ચાલુ રાખવાની વિનંતી કરી. હું લેખ લખતી ગઈ અને બેને અવારનવાર પ્રોત્સાહન આપ્યું. ગયાં ત્રણ વર્ષોમાં જૈન તત્ત્વજ્ઞાન વિષે પ્રાથમિક માહિતી હું લખતી ગઈ. મારો આ પ્રયત્ન હાસ્યાસ્પદ હતો તોપણ ઘણાંએ ઉત્તેજન આપ્યું, નાનું બાળક શરૂઆતમાં ઉભુ રહે ત્યારે તાળીઓ પાડી આપણે કૌતુક કરીએ તેવો જ કંઈક આ પ્રસંગ હતો. વાંચકોની અનુકૂલ પ્રતિક્રિયાઓ વતી રહી અને આ વિષય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 194