Book Title: Jain Tattva Parichay Author(s): Ujjwala Shah, Dinesh Shah, Dipak M Jain Publisher: Kanjiswami Smarak Trust Devlali View full book textPage 7
________________ લેખિકાનું મનોગત - ‘વ્યક્તિ તેટલી પ્રકૃતિ’ આ કહેવત અનુસાર ધર્મની બાબતમાં અનેક જણની અનેકવિધ કલ્પનાઓ હોય છે. એકબીજાનું સાંભળી અને કોઈપણ શાસ્ત્રીય આધાર વગર પ્રત્યેક જણ ધર્મવિષેના, ભગવાન વિષેનાં પોતાનાં મતો ખુલ્લા દિલથી રજુ કરતો હોય છે. જીવનનાં દરેક ક્ષેત્રમાં પોતે ‘વિશેષજ્ઞ’ શોધતો હોય છે. શારીરિક નિરોગતા માટે પ્રત્યેક અવયવો વિષેનો વિશેષજ્ઞ જોઈએ. શિક્ષણની બાબતમાં પણ તેમ જ અને વેપાર બાબતમાં પણ તેમ જ. કોઈપણ વસ્તુ ખરીદતી વખતે આપણે પૂરી ચોકસાઈને અંતે, ખાત્રીલાયક જગ્યાએ અને સરખી રીતે પારખીને જ ખરીદતાં હોઇએ છીએ. પરંતુ જે વેપારની બાબતમાં ચોકકસ માણસ હોય કે લૌકિક શિક્ષણમાં બુદ્ધિમાન વ્યક્તિ હોય, તે પણ ધર્મની બાબતમાં માત્ર અંધશ્રદ્ધાળુ બની કંઈપણ કરવા અને માનવા તૈયાર થાય ત્યારે ઘણું આશ્ચર્ય થાય છે. - એનું કારણ એક જ અને તે તત્ત્વજ્ઞાન વિષેનું અજ્ઞાન છે. દેવ, ગુરૂ, શાસ્ત્ર, વીતરાગ ધર્મ વિગેરેના સ્વરૂપનું જ્ઞાન ન હોવાથી કેટલાક કુલપરંપરાથી ચાલતી આવેલી રૂઢીઓ, કેટલીક એકબીજાને જોઈ અંગીકાર કરેલી બાબતો, કેટલાક અન્ય ધર્મીઓનાં સંસ્કાર અને કેટલાક પોતાના ભૌતિકવાદને પોષનારી પોતાની જ મતિકલ્પનાઓને કારણે સાચા ધર્મનું સ્વરૂપ જ આપણાં ધ્યાનમાં આવતું નથી. એક સમયે અમે પણ આને અપવાદ રૂપ ન હતાં. ૧૯૭૨ ની સાલમાં કુંભોજ-બાહુબલીમાં પ.પૂ. સમંતભદ્ર મહારાજે સ્વાધ્યાયની પ્રેરણા આપી. તમને ધર્મની સાચી સમજણ મેળવવી હોય તો તમે સોનગઢમાં શ્રી કાનજીસ્વામી પાસે જાવ એમ કહ્યુ હતું. ત્યારબાદ ૧૯૭૫ ની સાલમાં પં. બાબુભાઈ મહેતાએ આખા ભારતની ૩ મહિનાની યાત્રા કાઢી. ત્યારે સતત ત્રણ મહિના યાત્રા અને પ્રવચનોનો લાભ મળ્યો અને ધર્મની બાબતમાં આપણે કેટલાં અજાણ છીએ એની જાણ થઈ. ત્રણ ત્રણ પદવીઓનાં પૂછડાં અને તેમાં મેળવેલા ત્રણ સુવર્ણપદકોને કારણે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 194