Book Title: Jain Shasan 2000 2001 Book 13 Ank 26 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir

View full book text
Previous | Next

Page 10
________________ અતમ પરિણતિ આદરો, પર પરિણતિ ટાળો પોતાના માનેલાને રાજી કરવા અને પરાયા માનેલાનું ગાડવા શું શું નથી કરતો તે સવાલ છે. માટે જ્ઞાનિઓ આપણને રેડ સિગ્નલ બતાવે છે કે પુણ્યયોગે પ્રાપ્ત સામગ્રીનો જો સદુપયોગ નહિ કરે, મારા - તારાના વાસના - વિષયના વનમાં અટવાઈ જઈશ તો તારી હાલત એવી દામણી બનશે કે તને કોઈ જ બચાવી નહિ શકે તારે તારી જાતને બચાવવી હોય તો મનની મલીન વૃત્તિઓને રોકવા પ્રમત્નશીલ બન. માટે જ પૂ. શ્રી આનંદધનજી મહારાજાએ પણ શ્રી કન્યુનાથ સ્વામિ ભગવાન આગળ ગાયુ કે મન સાધ્યું તેણે સઘળું સાધ્યું'' મન એ આપણું પોતાનું છે, પાકું નમી. દુનિયા પણ કહે કે, પૈસા ટકાદિની ગરીબાઈ કરતાં મનની ગરીબાઈ વધારે ખરાબ છે. મનનો ગુલામ જાતનો ગુલામ બને છે, મનનો માલિક જગતનો માલિક બી છે. માટે તું આ બધી મોહ - માયાની જાળને ભેદી નખ તો મોક્ષની મંગલ વરમાળા તને વરશે. પરિસ્થિતિને પલટવા કરતાં આપણા મનને પલટવું લાભદાયી છે. માટે મનને જીતવા પ્રયત્ન કર તે જ સાચો યોગ છે. (૨) કસ્યાગો ? ગુણલીનતા' શ્રી જૈન શાસન (અઠવાડિક) ૭ વર્ષ ૧૩ ૭ અંક ૨૬/૨૭૦ તા. ૨૭-૨-૨૦૦૧ ગુણલીનતાનો પરમાર્થ જ આ છે કે સંપૂર્ણ દો ત્યાગ. માટે જ અનુભવીઓની આર્ષવાણી જે કહે છે કે- યાગ શું ? તો ગુણલીનતા. આપણી પણ આવી દ્રષ્ટિ આવી જશે તો આપણો પણ બેડો પાર થશે. (૩) ‘કો બન્ધ: ? સ્વજન સ્નેહઃ’ બંધ શું ? સ્વજનનો જે સ્નેહ છે તે. ‘બંધ’ શબ્દ સાંભળતાં મોં બગડે છે - પ્લાન થાય છે અને ‘સ્નેહ’ શબ્દ સાંભળતા જ મોં મલકે છે, હૈયાથી હસુ હસુ થાય છે. બંધન કોઈને પસંદ નથી, બંધ શબ્દ એ દુઃખદાયી લાગે છે જ્યારે સ્નેહ શબ્દ સર્વને મે છે, સ્નેહ શબ્દ બોલતાં પણ મોંમાં પાણી આવે છે, મધુર મોજ યાદ આવે છે. બંધ ગમતો ન હોવા છતાં પણ પ્રવૃત્તિ એવી ચાલુ છે કે વધુને વધુ બંધ થયા કરે. જ્ઞાનિઓ આપણને સાચી દ્રષ્ટિ આપે છે. દુનિયાને જોવાને માટે આપણી પાસે દ્રષ્ટિ છે. પણ આત્માને જોવાની દ્રષ્ટિ છે ખરી ? બીજાના દોષોને જોવા મોટ આપણી ‘બાજ નજ છે અન આત્માના દોષોને માટે ! બીજાના દોષો જરાવા આપ્યા બંધાય છે, બગડે છે અને પોતાની જાતના ડાષા જાવાયા આત્મા સુધરે છે. ત્યાગ શું ? ગુણલીનતા. માન - પાન - સન્માન - નામાનાદિ માટે ઘર - બાર કુટુંબ-પરિવાર, પૈસા - ટકાદિનો ત્યાગ કરનારા મળશે. સુખભોગ માટે પણ કુટુંબ - પરિવારને ત્યાગનારા મળશે. પણ પરમેષિઓ તો નવી જ વાત કરે છે. જ્યાં સુધી સદ્ગુણ કે સદ્ગુણી પ્રત્યે હૈયાથી સાચો પ્રેમ ન જાગે ત્યાં સુધી વાસ્તવમાં ત્યાગ કયાંથી આવે ! ગુણનો પ્રેમ - અનુરાગ એ જ સાચો ત્યાગ છે. સદ્ગુણીના સમર્પણ ભાવથી શરણની પિત્રાસા એ જ સાચો ત્યાગ છે. આજે તો સ્વયંગુણવાન હોય તે તો વિરલ છે પણ ગુણનો અનુરાગ હોય તે પણ વિરલ છે. ગુણલીનતા એટલે અવિહડ ગુણાનુરાગ. આત્મિક ગુણોની સમૃદ્ધિ જોતાં જ મસ્તક ઝૂકી પડે અને હૈયું નાચી ઊઠે ! ગુણાનુંરાગીજ સાચો ત્યાગી બની શકે છે. દુનિયામાં આપણા સૌનો અનુભવ છે કે જે જે વસ્તુ કે વ્યકિત પ્રત્યે હૈયાથી સાચો રાગ હોય છે તેના માટે શું શું કનું મન થાય છે. રાગ વિના લીનતા આવે નહિ અને લીનતા વિના એકાગ્રતા - તન્મયતા - એકાત્મતા આવે ાિ . ગુણાનુરાગીને સર્વત્ર ગુણ જ દેખાય છે, તેને કોઇનામાં દોષ દેખાતા નથી. જેમ શ્રીકૃષ્ણ મહારાજાએ ગંધતી દુર્ગંધવાળી કુતરીમાં પણ દાડમની કલી જેવા સુંદર દાંત જોયા અને શ્રી યુધિષ્ઠિરને પણ બધામાં ગુણ જ દેખાતા હતા. દુનિયા પણ કહે કે ‘દ્રષ્ટિ તેવી સૃષ્ટિ' જેલનો કેદી જેલમાં હોવા છતાં ય બે ઈમ ભોજન મળે તો પણ આનંદ માને છે અને મહેલનો રેમી પોતાના પ્રિયજનની યાદમાં આંસુની સરિતા વહાવે છે. પોતાની અતીવ ઈષ્ટ પ્રિયજનની યાદ માનવને પણ નિરાધાર રીતે આંસુ પડાવે છે. આનું કારણ આપણે વિચાર્યું છે ખરું ? આપણે તો તેને લાગણી, આત્મીયતા, પોતાપણાથી મૂલવીએ છીએ. પ્રિયજનની યાદ રડાવે નહિ તો સાચો પ્રેમ શેનો - એમ મનાવે. પણ જ્ઞાનિઓનું નિદાન જુદું છે. સ્વજનનો સ્નેહ જ આવા અનરાધાર આંસુ વહાવે છે. સ્નેહના તાંતણા એવા મુલાયમ છે અને હૃદયના ચારે બાજુ એવા ગુંથાયેલા છે કે જે આત્માને બંધ કરાવે છે. શ્રી આર્દ્રકુમારને યાદ કરો. સ્નેહભીનું હ્દય વિરહની વેદના - વ્યથામાં રોવાનું, સંતાપનો અગ્નિ સળગ્યા કરવાનો. ભલે કવિઓ અમર પ્રેમની ગૌરવ ગાથાઓ ગાતા કરે પણ આત્મા બંધનમાં બંધાય છે તેનો આપણને ખ્યાલ જ નથી આવતો આ સ્નેહની ગાંઠના મૂલાયમ તાંતણા અસાધ્ય રોગ કરતાં પણ વધારે પીડાદાયી છે છતાં પણ મોહમગ્ન આપણને તે પીડા પણ પ્યારી’લાગે છે. માટે જ જ્ઞાનિઓએ સ્નેહરાગનો પણ ત્યાગ કરવાનો કહ્યો. સ્નેહ ાગમાંથી જ કામરાગ જન્મે છે તેમાંથી આધિ - વ્યાધિ ઉપાધિરૂપ સંસારનું સર્જન થાય છે. ૪૪૦

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 354