________________
(ર૪)
શ્રીયુત્ પંડિત લાલનનું ભાષણ. જૈન કથા સાહિત્યને ઉપયોગ અને જાળવણું–જેના કથાનું સાહિત્ય એ તે માત્ર ફરસદને વખતે વાંચવાનું સાહિત્ય હેત તો આટલું જળવાત કે કેમ ? એ એક શંકા છે. મુનિ મહારાજાએ સવારના વ્યાખ્યાનમાં આવું એકાદ કથાનક પસંદ કરી શ્રોતાઓને સંભળાવે છે અને તે એક આવશ્યક ધર્મકર્તવ્ય ગણાય છે. બપોરના વખતમાં ઉપાશ્રયમાં સ્ત્રી સમુદાયમાં સાધ્વીજીના કે કઈ શીક્ષિતા શ્રાવિકાના અધ્યક્ષપણ નીચે રાસ કે ચરિત્ર વાંચવાને રીવાજ છે; અને સાયંકાળે પ્રતિક્રમણમાં, સક્ઝાયમાં અથવા તે પછી કેટલેક સ્થળે આવી વાત ચર્ચાય છે. આથી કરીને જેન કથા સાહિત્ય સંપૂર્ણ યથાર્થરૂપમાં અત્યારસુધી જળવાઈ રહ્યું છે અને જ્યાં સુધી એ કમ અખંડિત રહેશે ત્યાં સુધી જળવાશે એ નિર્વિવાદ છે.
બદ્ધ કથાનક સાથે તુલના–ઘણીખરી જેન કથાઓને અંતે કથાકાર કેવળીને અથવા સર્વજ્ઞ જિન ભગવાનને લાવે છે અને તેમની દ્વારા જન્મ જન્માંતરના વિવિધ કારણે પ્રકટ કરાવી સમગ્ર ઘટનાનું રહસ્ય ખુલ્લું કરે છે. જૈન વાર્તાકારની આ પદ્ધતિ જૈધ જાતક કથાનું સ્મરણ કરાવે છે; પરંતુ જાતકે કરતાં જૈન કથામાં એક વિશેષતા છે. જાતક કથાઓ એવી રીતે શરૂ થાય છે કે ઘણે ભાગે સમજવું મુશ્કેલ થઈ પડે. અમુક સાધુને અમુક થયું એવી રીતે જાતક કથા પ્રારંભ થાય છે. પછી બુદ્ધ ભગવાન પધારે છે. અને પ્રશ્નના ઉત્તરમાં બુદ્ધ ભગવાન તે શ્રમણના પૂર્વજન્મનું વૃત્તાંત કહી સંભળવે છે. જાતકની મુખ્ય કથા ભતકાળને ઉદેશી હોય છે; જ્યારે જૈન કથા ભવિષ્ય કે પરિણામ તરફ વહેતી હોય છે. લગભગ બધી જાતક કથાઓમાં બાધિસત્વ કે ભાવિ બુદ્ધ પિતજ ભાગ લેતા હોય છે. જેને કથાઓમાં તેમ નથી હોતું. આનું કારણ મને એમ લાગે છે કે જાતક કથાઓ પ્રાય: હિંદુદુસ્તાનની જુદી જુદી લોકકથાઓમાંથી જન્મ પામી હોય છે તેથી તેમાં રસિકતા, અદ્દભુતતા અને વિચિત્ર્ય જળવાય છે પણ તેને સુઘટિત બનાવવા કેટલાક પરિવર્તન કરવાં પડે છે અને આમ પરિવર્તન કરવાથી કઇ કઇ વાર મૂળ કથા શુષ્ક પણ બની જાય છે. જૈન લેખકે એ મૂળ પ્રચલિત લેકકથાઓને આશ્રય લીધો છે પણ પિતાને અનુકૂળ બનાવવા તેમાં વિરૂપતા આવે એવી કાપકુપ નથી કરી. બનતાં સુધી તો તેમણે લેકરીવાજ અને યુગની ભાવના તેના ખરા સ્વરૂપમાં જાળવી રાખવાનો પ્રયત્ન કર્યો છે. બુદ્ધ કથામાં અર્થસ્થા કે રાજકથા પાપરૂપ છે. જૈન લેખકો એ વિષયમાં સ્વતંત્ર છે. તેઓ તે વાર્તામાંના પાત્રને સદગુણી કે દેવી ચિતરવાને પણ બંધાતા નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org