Book Title: Jain Sahitya Sambandhi Lekhono Sangraha
Author(s): Jain Dharma Prasarak Sabha Bhavnagar
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 170
________________ શ્રીમદ દેવચંદ્રજી ૧૩૫ સંવત ૧૮૦૪ સુધી તે શ્રીમદ્ હયાત હોઈ પિતાની અમૃત વાણી ને અમૂલ્ય બેધ વડે પૃથ્વિને પાવન કરી રહ્યા હતા, એમ તેમના બનાવેલા શ્રીમનું નિર્વાણ સિદ્ધાચળજીના સ્તવન પરથી જણાય છે. તે સમયે તેઓશ્રી લગભગ ૮૪ વર્ષની ઉમ્મરના હોવા જોઈએ. પછીથી સ્થિરતાવાસ સ્વીકારવો પડ્યો હોય એમ અનુમાન થાય છે. ૧૮૧૪ બાદ આ સ્થિરતાવાસ પાલીતાણે થયે સંભવે છે. સિદ્ધાચળ સમાન મહાતીર્થ સ્થાનમાં સમાધિ મરણ કે પુરુષ ન વાંછે? ત્યાં અનેક મુનિઓએ અનશન કર્યા છે. જ્યારે વૃદ્ધાવસ્થાને પૂર્ણ અમલ શરીર પર થાય છે ત્યારે છેવટે પરમાત્માનું સ્મરણ ને આત્માની શુદ્ધપગની રમણતા કરવી એ જ શ્રેષ્ઠ છે. શ્રીમદ્ આવી જ સ્થિતિમાં ધ્યાન રાખી શરીર, જાતિ નામ આદિ વિસારી આસકિત રહિત બન્યા હતા અને આત્માના શુદ્ધ પગના તારેતારમાં લયલીન રહેતા. તે સમાધિ મા સમાવવા ર વંતિ . અભવ્યોને ભરણકાળે સમાધિ મરણ પ્રાપ્ત થતું નથી. જેમણે લગભગ ૭૫ વર્ષ જેટલો સમય આત્મજ્ઞાનોપગ, આત્મા ધ્યાન, આત્માનું ચિન્તન, મનન અને આત્મ સમાધિમાં ગાળ્યો હોય, તેને સમાધિમરણ -પંડિતમરણ સુખેથી સાંપડે એમાં સંશય શું? શ્રીમદે અનાદિ અનંત જ્ઞાનરૂ૫ આત્મજીવનમાં મનને લીન કર્યું હતું અને બાહ્ય દશ્ય પદાર્થોમાં રાગ દેશ પરિણામથી મુક્ત થયા હતા. કર્મયોગી હેવાથી મરણ વખતે શારીરિક દુઃખ સહેવામાં જરા માત્ર કાયર બન્યા ન હતા. પોતે બાળ બ્રહ્મચારી હતા તેથી તેમને આત્મ શુદ્ધોપયોગની રમણતામાં શૂન્યતા આવતી નહોતી અને એમ આત્માની શુભ પરિણતિના એક ધ્યાનમાં, અરિહંત સિદ્ધ, સાધુ અને કેવળી શરણ સ્વીકારીને પરમેષ્ટી મહામંત્રના ધ્યાનમાં બાહ્ય પ્રાણેનો ત્યાગ કરી શુભ ગતિ વિષે ચાલ્યા ગયા અને જૈન સમાજ અને ભારતવર્ષના એક મહાન ધર્મ પ્રભાવક આત્મજ્ઞાની સાહિત્યરસિક કવિરત્નની ખોટ ભારતવર્ષને દેતા ગયા. તેઓ ગયા પણ તેમને અક્ષર દેહ તેમનાં પુસ્તકે સભાગે વિદ્યમાન છે. ગુર્જર સાહિત્યના પરમ પિષકનાં એ અમેઘ તો અમને મુગ્ધ કરી મુકે છે તે તેઓ પિતે સદેહે કેવા હશે? શ્રીમદ્ અધ્યાત્મજ્ઞાની આત્મશુદ્ધોપયોગી દેવચંદ્રજી મહારાજ હાલમાં મહાવિદેહક્ષેત્રમાં કેવલી તરીકે વિચરે છે, એમ અનેક મનુષ્યના મુખે કિંવદંતી શ્રીમ મહાવિદેહ તરીકે શ્રવણ કર્યું છે. સાંભળવા પ્રમાણે શ્રીમદ્ભા રાગી એક ક્ષેત્રમાં કેવળી અધ્યાત્મજ્ઞાની શ્રાવકે પાટણમાં મહાન તપ કર્યું હતું; તે તપના તરીકે અવતાર પ્રભાવે ભુવનપતિ દેવે તેમને સાક્ષાત દર્શન આપ્યું હતું. તે વખતે તે શ્રાવકે ભૂવનપતિ દેવને શ્રીમદ્ કઈ ગતિમાં ગયા એ પ્રશ્નના ઉત્તરમાં, દેવે કહ્યું કે શ્રીદેવચંદ્રજી મહાવિદેહક્ષેત્રમાં જન્મ્યા છે, અને હાલ કેવળજ્ઞાની તરીકે વિચરે છે અને અનેક ભવ્યજીને દેશના દઈને તારે છે.” અમદાવાદમાં સારંગપૂર તળીયાની પોળમાં આત્મજ્ઞાની ધ્યાની પરમ વૈરાગી શ્રી મણિવદ્રા નામના યતિ સાધુ હતા. તેમણે “આતમરામેરે મુનિરમે' વિગેરે અપૂર્વ વૈરાગ્યમય સજા પદ રચ્યાં છે. તેઓ મહા તપસ્વી હતા. તેમના તપ પ્રભાવે તેમની પાસે ઘરણેન્દ્ર સાક્ષાત દર્શન દીધું, અને મારીને શાતા પુછી. મfજાને રકતપીત્તને મહા ભયંકર રોગ હતા, તે દર્દથી પીડાતા હતા. દેવે મળવાને વરદાન માગવાનું કહેતાંતેમણે કાંઈજ માગ્યું નહિ. દેવે તેમને રોગ ટાળવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206