Book Title: Jain Sahitya Sambandhi Lekhono Sangraha
Author(s): Jain Dharma Prasarak Sabha Bhavnagar
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 175
________________ ૧૪૦ જનવિભાગ નથી. શ્રીમદ્ આનંદઘનજીની પાછળ સાધુ શિષ્ય જણાયા નથી. તેમની પાસે ઉપદેશ શ્રવણ કરનાર શ્રાવક શિષ્યો તે ઘણા હતા. શ્રીમ પ્રતિબંધિત શ્રાવક સમુદાય તો અનેક દેશમાં હતું. તેમના ભક્ત શ્રાવકોએ તેમની બનાવેલ અધ્યાત્મગીતાને સુવર્ણના અક્ષરે લખાવી હતી. શ્રીમની ચોવીશી વર્ષોપર એક જ હાથે લખાયેલી સાથે-ઘણા સુન્દર સુવર્ણ રંગેથી પરિપૂર્ણ સારી જળવાયેલી આ લેખકને ત્યાં મેજૂદ છે તે જોઈ આક્રીન બોલી જવાય છે ને તેમના ભક્તોની ભક્તિ ને ગુરપ્રેમ માટે માન ને પૂજ્યભાવ પ્રકટ છે. આવા જ ગુરુપ્રેમી ભક્ત શ્રાવકેએ શ્રીમન્ના ગ્રંથને પ્રચાર સર્વ દેશોમાં કરી દીધેલ હતો એ તેમની ગુરુભક્તિની ઉત્તમતા હતી. શ્રીમદ્ભા સાધુ શિષ્ય હેત તે તેઓ કોઈપણ ઠેકાણે કાંઈપણ લખ્યા વિના રહ્યા ન હતા. આથી શ્રીમદ્દના શિષ્ય પરિવારમાં કોઈ વિદ્વાન ઉભવ્ય જણાતા નથી. આ જીવન અને ગુર્જર સાહિત્ય વિષયક નિબંધ પૂર્ણ કરતાં પહેલાં વાચક વર્ગ, વિદ્વાન વર્ગ અને જ્ઞાની પુરુષોની પાસે, લખાણમાં રહી ગયેલા ઉપકાર પ્રદર્શન, દેષો ખૂલત અશુદ્ધિ વગેરે માટે બે હાથ જોડી ક્ષમા માગું છું. કારણ હું છદ્ભસ્થ અને બાલવ છું. તે આ નિબંધમાં દ્રષ્ટિ. દેપથી વા મંદ બુદ્ધિને લઈ રહેલી અપૂર્ણતા ને ભૂલ માટે ક્ષમા યાચતાં આ લખાણ માટે જે કંઈ પણ મારા મહાઉપકારક હોય તો તે પ્રાતઃસ્મરણીય આચાર્ય મહારાજજી કવિરત્ન-સમદ્રષ્ટિ શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરીશ્વરજી જ છે. તેમની પૂર્ણ દયા પ્રયાસ અને સધથી આ નિબંધ હું લખી શક્યો છું તથા મહારા અધ્યાત્મજ્ઞાનરસિક પૂજ્ય પિતાશ્રી જેઓ શ્રીમદ્ સૂરીશ્વરજીના અનન્ય ભક્ત અને અધ્યાત્મજ્ઞાનના અનન્ય જીજ્ઞાસુ છે તેમની પ્રોત્સાહન પૂર્ણ પ્રેરણા અને વાત્સલ્યપૂર્ણ સહાય વડે જ આ નિબંધ પૂ તયા હું આલેખી શકયો છું. માટે તેમને અત્ર અતિ ભક્તિભાવે પૂજ્યભાવે ઉપકાર માનું છું ને જૈન સાહિત્યના પરમપ્રેમી ભાવનગર નિવાસી મુરબ્બી શેઠ કુંવરજીભાઈ આણંદજી કે જેમની પ્રેરણાથી આ નિબંધ પ્રચાર કરવામાં મને સરળતા થઈ તથા પરિષદુ કે જેના નિમિત્તે આવા અપૂર્વ નિબંધે પ્રકાશમાં આવી શકે છે તેમને અત્ર આભાર માનું છું. આ નિબંધ વિશ્વના હિત ઉપકાર ને સંધ દ્વારા સૌના આત્મ કલ્યાણને અર્થે છે એમ ઇચ્છા પૂર્ણ કરી વિરમું છું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206