Book Title: Jain Sahitya Sambandhi Lekhono Sangraha
Author(s): Jain Dharma Prasarak Sabha Bhavnagar
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 194
________________ કવિવર સમયસુન્દર ૧૫૯ સંસ્કૃત ભાષામાં કૃતિઓ. કવિ એક સમર્થ વિદ્વાન , ટીકાકાર, સંગ્રહકાર, શબ્દશાસ્ત્ર, છંદશાસ્ત્રી અને અનેક ગ્રંથના અવલોકનકાર અને અવગાહનાર હતા એ તેમના નીચેના ગ્રંથો પરથી જણાઈ આવે છે. આ ગ્રંથ ગુર્જર ભાષા સિવાયના છે ભાવશતક-શ્લોક ૧૦૧ સં. ૧૬૪૧. રૂપમાલા પર વૃત્તિ- ૪૦૦, સં. ૧૬૬૩ આ વૃત્તિ કવિના પ્રગુરુ ઉક્ત જિનચંદ્ર સૂરિના શિષ્ય રત્નનિધાન ગણીએ શેાધી હતી. કાલિકાચાર્ય કથા (સંસ્કૃત) સં. ૧૬૬૬. સામાચારી શતક સં. ૧૬૭૨ મેતામાં. વિશેષ શતક (પત્ર ૬૭) સં. ૧૬૭૨ મેડતામાં, આને ઉલ્લેખ કર્તાએ પિતાની ગાથાસહસ્ત્રીમાં કર્યો છે. રચ્ય દિન પાર્શ્વ જન્મ દિને. વિચાર શતક (પત્ર ૪૫) સં- ૧૬૭૪. ૧૯અષ્ટલક્ષી સં. ૧૬૪૬ (રસ જલધિરાગ ગેસમેતે) લાહોર, આ રાઝને તે સૌજન-એ રીતના વાકયના આઠ લાખ અર્થેવાળો ગ્રંથ છે. આનું બીજું નામ અથરનાવલિ છે. તે લાભપુર (લાહોર) માં પૂર્ણ કર્યો. (પી. રી. ૪ છે. પૃ. ૬૮-૭૩). આ અષ્ટલક્ષી ગ્રંથ કવિએ સં. ૧૬૪૯ પહેલાં શરૂ કરી તે વર્ષમાં એક પુસ્તકના પ્રમાણને કરી નાંખ્યો હોવો જોઈએ એમ જણાય છે. એટલું જ નહિ પણ તે વર્ષમાં શ્રી અકબર બાદશાહે ખુદ રાજસભામાં વાંચી સાંભળી આ પુસ્તક સ્વહસ્તે લઈ કવિના હાથમાં આપી તે રીતે પ્રમાણભૂત કર્યો એવું તે આ ગ્રંથમાં જ જણાવે છે – संवति १६४९ प्रमिते श्रावण शुक्ल १३ दिने सन्ध्यायां कश्मीरदेशविजयमुद्दिश्य श्री राजश्री रामदासवाटिकायां कृतप्रथमप्रयाणेन श्री अकब्बर પાતરાદિના જાફીને તિજ્ઞાત સાહિઝારે શ્રી નિજ મુરઝાઈ સામત डलिकराजराजिविराजितराजसभायां अनेकवैयाकरणतार्किकविद्वत्तमभट्टसमक्षं अस्मद् गुरुवरान. युगप्रधानखरतर-भट्टारकश्रीजिनचन्द्रसूरीश्वरान् आचार्य ૧૯ આમાં પહેલા એક શ્લોકમાં સૂર્યદેવની સ્તુતિ કરી છે. તે ખાસ ધ્યાન ખેંચે છે. ત્યારપછી બીજા લેકમાં બ્રાહ્મી-સરસ્વતીની સ્તુતિ કરી જણાવે છે કે “રાજાને દદતે સૌખ્યમ' એ શ્લેકના એક પાદન મેં નિજબુદ્ધિની વૃદ્ધિ નિમિત્તે અર્થે કર્યા છે તેમાં તે પાદમાંના “રાજા” ને અર્થ સૂર્ય પણ થાય છે એમ જણાવી સૂર્યદેવનાં નામ આપે છે - सावित्री भविता राजा विसृजो विघृणो विराट । सप्तचिः सप्ततुरगः सप्तालोकनमस्कृतः ॥ એમ કંદપુરાણમાં શ્રી સૂર્યસહસ્ત્ર નામમાં જણાવ્યું છે તેથી રાજા એટલે શ્રી સૂર્ય, નઃ એટલે અમને સૌખ્ય આપે છે. આમ જૂદા જૂદા અર્થો દરેક શબ્દોના મૂકી આખા વાક્યનો અર્થ કરી, સર્વ મળી આઠ લાખ અર્થ કર્યા છે તે જણાવી છેવટે પિતાની પ્રશક્તિ આપે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206