Book Title: Jain Sahitya Sambandhi Lekhono Sangraha
Author(s): Jain Dharma Prasarak Sabha Bhavnagar
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 202
________________ કવિવર સમયસુન્દર ૧૬૭ આ અનુકંપાદાન ઉપર કથાનક છે. પોતાના અધિક સનેહી શિષ્યના આગ્રહથી, બે ખંડ. કુલ ગાથા ૫૦૬. ગ્રંથાગ્રંથ લે. ૭૦૦. પ્રત આણંદજી કલ્યાણજીના તથા ધોરાજીના ભંડારમાં છે. આમાં એ પણ બતાવ્યું છે કે સરજત ઉપર આધાર રાખનાર હોય છે પણ ઉધમ અને ભાવી બંનેને ભાવી કરતાં ઉધમ અધિકે છે. સહુ કે લોક લહઈ કઈ સરક્યું, તે બેલ કેતા વાંચું, ઉધમ છઈ ઈમ પણિ ભાવી અધિ, સમયસુંદર કઈ સાચું. [ ચંપકષ્ટિ કથા એ નામથી (૧) ૩૫૫ માં, (૨) જયસોમ (કવિ સમયસુંદર સાથે જેણે ઉપાધ્યાય પદ લીધું તે ગુણવિનયના ગુરુ ) કૃત, (૩) વિમલગણિ કૃત, એમ ત્રણ જૈન ગ્રંથાવલિમાં સેંઘાએલ છે.] ૨૪ ધનદત્ત ચોપાઈ સં. ૧૬૯૬ આસો માસ. અમદાવાદમાં. આ વ્યવહારશુદ્ધિ પર કથાનક છે. શ્રાવકે વ્યવહારમાં કેવી રીતે વર્તવું એ આને. ઉદેશ છે. શુદ્ધ વ્યવહાર-ચેખવટભર્યો વ્યવહાર કર્યો તે કવિ બતાવે છે. શ્રાવકના ૨૧ ગુણ ગણાવે છે. વિણજ કરતઉ વાણીય, સાહજી, ઓછું નાઈ ટાંક, અધિકું પિણ તેલઈ નહી, સાજી, મનમાંહિ આણઈ સાંક સુણુઉ રે ભવિકજન, શ્રાવક ગુણ ઈકવીસ ઈણિ પરઈસખર વચન ન કહઈ નિખર, સા. નિખર સર ન કહે જિ વેલા દેવું કહ્યું, સાવ તિણિ વેલા તે દેહ-સુ જુઠું કદિ બેલઈ નહિ, સાવ સાચું કહુઈ નિતમેવ, પહિલઉ વ્યવહાર શુદ્ધિ ગુફા, સાઇમ કહ્યું અરિહંતદેવ. સુત્ર લગભગ દેશે ટુંકનો આ રાસ છે. આની પ્રત અમદાવાદમાં, ઘેરાજી અને પાટણના ભંડારમાં છે. પાટણના હાલાભાઇના ભંડારના ડાબડા ૮૨ માં પત્ર ૮ ની આ રાસની એક પ્રત છે તેની અંતે લખ્યું છે કે “સર્વ ગાથા ૧૬૧ શ્રી સમયસુંદર મહોપાધ્યાયાનાં પૌત્રણ પં. હર્ષકુશલ ગણિના સંશોધિતા. સા. હરજી ધનજી સુશ્રાવિકાગ્રહેણું.” પત્ર ૯. આ પરથી જણાય છે કે કવિની શિષ્ય પરંપરા હતી અને તે પૈકી તેના શિષ્યના શિષ્યનું નામ પંડિત હર્ષકુશલ હતું. [ ધનદત કથા (૧) શ્લોકબદ્ધ પત્ર ૨૪, (૨) ગદ્યમાં પત્ર ૧૦, (૩) પત્ર ૧૭ માણિજ્યસુંદર કૃત, (૪) ૩૩૦ લોકની, એમ ચાર અને સૌથી પ્રાચીન તાડપત્રમાં લખેલી અમરચંદ્ર કૃત એમ પાંચ જૈન ગ્રંથાવલિમાં નોંધાયેલ છે. ] ૨૫ સાધુવંદના સં. ૧૬૯૭ ( લી. ભંડાર ) ૨૬ પાપ છત્રીશી સં. ૧૬૯૮ અહિમદપુરમાં. (પૂરણચંદજી નહાર પાસે પ્રત છે). ૨૭ સુસઢ રાસ-આ પ્રાપ્ત થયેલ નથી. [ મૂળ આ કથા પ્રાકૃતમાં દેવેંદ્રસૂરિ કૃત ૫૩૭ ગાથામાં અને બીજી પ્રાકૃતમાં ૩૫૦ ગાથા, જૈન ગ્રંથાવલિમાં સેંધાયેલ છે. ] ૨૮ પુણ્યાય રાસ (ડહેલાને અપાસરે તથા રત્નવિજયજીને ભંડાર. અમદાવાદ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 200 201 202 203 204 205 206