Book Title: Jain Sahitya Sambandhi Lekhono Sangraha
Author(s): Jain Dharma Prasarak Sabha Bhavnagar
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 197
________________ ૧૬૨ જેનવિભાગ શક્તિ નહી મુઝ તેવી બુદ્ધિ નહી સુપ્રકાશ વચનવિલાસ નહી તિરય એ પણિ પ્રથમ અભ્યાસ. કૃષ્ણના કુંવર શાંબ અને પ્રધુને આખરે મીશ્વર પાસે દીક્ષા લીધી અને વિમલગિરિ પર સંલેખના કરી મોક્ષે ગયા. આ બંનેને અધિકાર આઠમા અંગમાંથી (અંતકૃત દશાંગ-અંતકૃત એટલે તભવ મુક્ત થનાર-ચરમભવી મહાત્માઓ સંબંધીનું સુત્ર) લઈ આ પ્રબંધ બે ખંડમાં રહે છે. ગાથા ૫૩૫, ઢાલ ૨૧, ક ૮૦૦ છે અને તે જેસલમેરના વતની નાનાવિધશાસ્ત્ર વિચાર રસિક લેઢા સા. શિવરાજની અભ્યર્થનાથી રચેલે છે એવું એક જૂની પ્રતમાં લખેલું છે. સં. ૧૬૦૦ થી લખેલી સારી અને જુની પ્રત લીંબડીના ભંડારમાં મોજુદ છે. ૩ દાન શીલ તપ ભાવના સંવાદ. P (અથવા સંવાદ શતક)૨૨ સં. ૧૬૬ર સાંગાનેરમાં ‘પદ્મપ્રભુ સુપસાઉલે’– જૈનના ધર્મના ચાર પ્રકાર નામે દાન, શીલ, તપ અને ભાવના જણાવ્યા છે-તે દરેક પિતપોતાને વડે માને છે અને એ રીતે ચારે પોતપોતાના ગુણ ગાઈ પિતતાથી કેટલા સુખી અને સિદ્ધ થયા તે જણાવી તકરાર કરી આપવડાઈ, વીરની પરિષદમાં, વીર પ્રભુ પાસે કહે છે ત્યારે છેવટે વીર સમાધાન કરી જણાવે છે કે – કે કેહની મ કરી તુહે નિંદા ને અહંકાર આ આપણે ઠામે રહે સહુકે ભલે સંસાર તોપણુ અધકો ભાવ છે, એકાકી સમરત્ય દાન શીલ તપ ત્રિણે ભલા, પણ ભાવ વિના અક્યત્વ. અંજન આંખે આંજતા, અધિકે અણુ રેખ રજમાંહે તજ કાઢતાં, અધિકે ભાવ વિશેષ. ૪ ચાર પ્રત્યેક બુદ્ધને રાસ. | મારૂ સં૦ ૧૬૬પ જેઠ શુ. ૧૫ આગ્રામાં. પ્રત્યેક બુદ્ધ થઈ સિદ્ધ થયેલ જન કહેલા કરકંડુ, દુર્મુખ, નેમિરાજ અને નિર્ગતિ (નિમ્નઈ) એ ચાર સંબંધી ચાર ખંડમાં આ રાસ વિભક્ત છે. પ્રત્યેક ખંડ સં. ૧૬૬૪ માં પૂર્ણ કર્યો છે પણ દરેકની તીથિ જુદી જુદી છે. ૧ કરકટુ પરનો સં. ૧૬૬૪ ફાગણ સિદ્ધિગ બુધવારે. ઢાલ ૧૦, ગાથા ૧૮૭, લેક ૨૫. ૨ દુમુહપર ચિત્ર વદ ૧૩ શુક્ર. ઢાલ ૮. ૩ મિરાજ પર-તીથિ નથી જણાવી ઢાલ ૧૭. ૪ નિગઇ પરને મારૂ સંવત ૧૬૬૫ જેઠ સુદ ૧૫ આગ્રામાં ‘વિમલનાથ પસાઉલે” સાન્નિધ્ય કુશલસુરીદ; ઢાળ ૯. આ ચારે આ P ચિન્હ મુદ્રિત થયેલ ગ્રંથ સૂચવે છે. ૨૨. કેઈક પ્રતમાં પાઠાંતર બાસઠ ને બદલે છાસઠ છે. પણ ઘણી પ્રતમાં બાસઠ છે તેથી તે જ પાઠ યોગ્ય લાગે છે. આ સંવાદને “સંવાદશતક, કર્તાએ પિતે એક ઠેકાણે કહેલ છે. પિતાની સીતારામ ચોપાઇમાં એક ઢાલને રાગ મૂકતાં જણાવ્યું છે કે “રાગ ધન્યાસિરીસીલ કહે જગિ હું વડું, મુઝ વાત સુણે એક મીઠીરે (કે જે આ સંવાદમાં બીજી ઢાલમાં શીલ કહે છે) એ સંવાદ શતકની બીજી ઢાલ.” કુલ ૫ ઢાલ છે અને ૫૦ કડી છે. આ સંવાદ સઝાયમાળા અને રત્નસમુચ્ચયમાં મુદ્રિત થયેલ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 195 196 197 198 199 200 201 202 203 204 205 206