Book Title: Jain Sahitya Sambandhi Lekhono Sangraha
Author(s): Jain Dharma Prasarak Sabha Bhavnagar
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 177
________________ ૧૪૨ જૈનવિભાગ તત્કાલીન સ્થિતિ, ખરતર ગચ્છ અને તપાગચ્છ વચ્ચે લાંબા વખતથી સ્પર્ધા અને વિખવાદ ચાલ્યા આવતા. એ વિખવાદ સત્તરમા શતકના પૂર્વાર્ધમાં વધી પડ્યો હતો. તામ્બરે અને દિગંબરે વસેને વિરોધ તે બહુ જા હતા પણ સં. ૧૧૭૬ માં સિદ્ધરાજના દરબારમાં વાદિદેવ નામના વેતામ્બર સૂરિએ કુમુદચંદ્ર નામના દિગમ્બરાચાર્યને શાસ્ત્રાર્થમાં હરાવી દિગમ્બરેને ગુજરાતના રાજ્યની હદપાર કરાવ્યા તે પછી એ બંનેનાં કાર્ય કરવાનાં ક્ષેત્રે બહુધા જૂદાં પડી ગયાં હતાં ને તેથી એમના વચ્ચે વિરોધ પણ મેળો પડી ગયે હતો. પણ બીજી બાજુએ શ્વેતામ્બર મૂર્તિ પૂજકમાંથી જુદા પડી લંકામત અને બીજા મત નીક ળ્યા પછી તેમની સાથે વિરોધ પ્રબળ થઈ પડ્યો હતો. વેતામ્બર મતના ખરતર અને તપગચ્છ વચ્ચેની ભલામતી પણ પ્રબળ થઈ પડી હતી અને તેમાં ધર્મ સાગર ઉપાધ્યાયજી નામના તપગચ્છીય વિદ્વાન–પણ-ઉગ્રસ્વભાવી સાધુએ કુમતિકદમુદ્દાલ (યાને પ્રવચન પરીક્ષા) નામને ગ્રંથ બનાવી તપગચ્છ સિવાયના અન્ય સર્વ ગચ્છ અને મત સામે અનેક આક્ષેપ મૂક્યા. આથી તે સર્વ મતે ખળભળી ઉઠયા; અને તેનું જે સમાધાન ન થાય તે આખા જૈનસમાજમાં દાવાનળ અગ્નિ પ્રકટે. આ વખતે જોખમદાર આચાર્યોથી વચ્ચે પડ્યા વગર રહી શકાય નહિ, તેથી તપગચ્છાચાર્ય શ્રી વિજયદાનસૂરિએ ઉપરોક્ત ગ્રંથ પાણીમાં બોળાવી દીધો અને તેને અપ્રમાણ ઠેરવ્યું. તેમણે જાહેરનામું કાઢી “સાત બેલ” ની આજ્ઞા કાઢી એક બીજા મતવાળાને વાદ-વિવાદની અથડામણ કરતા અટકાવ્યા, પણ આટલાથી વિરોધ જોઈએ તેવો ન શમે તેથી વિજયદાનસૂરિ પછી આચાર્ય હીરવિજયસૂરિએ ઉક્ત “સાત બેલ” એ નામની બાર આજ્ઞાઓ જાહેર કરી હતી. (સં. ૧૬૪૬.) આથી જૈન સમાજમાં ઘણી શાન્તિ આવી, અને ખરતરગચ્છના અને તપગચ્છના આચાર્યો એક બીજાની નિન્દામાં ન ઉતરતાં જૈન ધર્મનો પ્રભાવ અન્ય સમાજમાં અને રાજદ્વારમાં પાડવા માટે પ્રથત્નશીલ થયા. વિક્રમને સત્તરમો સૈકે જેને માટે ઘણા પ્રતાપી હતો. તે સદીમાં મહાન મોગલ સમ્રાટ અકબર, જહાંગીર અને શાહજહાં (સં. ૧૬ ૧૨ થી સં. ૧૭૬૪) એ ત્રણ શહેનશાહએ સમગ્ર ભારતવર્ષમાં રાજ્યસત્તા જમાવી રાખી લોકમાં આબાદી અને શાન્તિની સ્થિરતા કરી. અકબરે સં૦ ૧૬૨૪ માં ચિતડ, ૧૬૨૫ માં રણથંભેર અને કલંજરના કિલ્લા જીતી લીધા અને સં૦ ૧૬૨૮ માં અમદાવાદમાં પિતાનો વાવટા ફરકાવ્ય. પછી વડોદરા, ચાંપાનેર, સુરત એ સઘળા મિર્ઝાઓએ કબજે કરેલો મુલક તેઓને હાંકી મેલી, પિતાના રાજ્ય તળે મૂકી અકબર આગ્રે આવ્યો. ત્યારપછીના ત્રણ વર્ષમાં બિહાર અને બંગાલા હાથ કયો. સામાન્ય સવ સ્થળે શાંતિ પ્રસરી. આ સકામાં શ્વેતામ્બર જૈન સાધુ સંસ્કૃત પ્રાકૃત અને સ્વભાષા-લેકભાષામાં સાહિત્ય વિશેષ વિશેષ ઉત્પન્ન કરવા લાગ્યા. તપગચ્છીય પ્રભાવક મહાપુર૧ હીરવિજ્યસૂરિએ તથા તેમના શિષ્ય ઉપાધ્યાય શાંતિચંદ્ર આદિએ; ખરતર ગીય જિનચંદ્રસૂરિએ; અને નાગપુર તપગચ્છીય પદ્મસુંદર ઉપાધ્યાયે અકબર બાદશાહને જૈન ધર્મનું સ્વરૂપ સમજાવી તેની તેના પ્રત્યે સભાવના ખેંચી અનેક જૈન તીર્થ સંબંધી ફરમાન, જીવ-વધ-બંધની આશાઓ અને પુસ્તકે, સ્થાન વગેરેનાં નામે પ્રાપ્ત કર્યો. જહાંગીરે તપગચ્છી વિજયસેનસૂરિ અને ખાનગી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206