Book Title: Jain Sahitya Sambandhi Lekhono Sangraha
Author(s): Jain Dharma Prasarak Sabha Bhavnagar
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 180
________________ ૧૪૫ કવિવર સમયસુન્દર (વિ. સં. ૧૧૪૫ થી ૧રર૯), પ્રબંધચિંતામણિના કર્તા મેરૂતુંગ ( વિ. સં. ૧૩૬૧), કવિ ધનપાલ (ભવિષ્યદત્ત કથાના કર્તા) આદિ અનેક જૈન ગ્રંથકારોએ પ્રબલ સાહિત્યસેવા કરી છે. જૈન ભંડારામાં અપભ્રંશનાં અનેક પુસ્તકે મળી શકે તેમ છે. એ સિદ્ધ વાત છે કે સંવત પંદરમા સૈકા સુધી સૌરાષ્ટ્ર, ગુજરાત અને રાજસ્થાન એ સર્વ પ્રદેશમાં અપભ્રંશ ભાષા જ વ્યાપક ભાષા તરીકે પ્રવર્તતી હતી. સંવત ૧૩ મા સૈકાથી સં. ૧૫૫૦ સુધીની ભાષાને અન્તિમ અપભ્રંશ ભાષા ગણી શકીએ. આને ડાટેસીડેરી જૂની પશ્ચિમ રાજસ્થાની ભાષા કહે છે. મધ્યકાલીન યુગ વિક્રમ પંદરમા શતકથી સત્તરમા શતકને ગણીએ તો તેમાં પંદરમાં શતકમાં થોડા, પણ સોળમા શતકમાં ઘણા વધુ, અને સત્તરમામાં તે અતિ વિપુલ પ્રમાણમાં જનકવિઓ અને ગ્રંથકારે મળી આવે તેમ છે. મધ્યકાલીન કે અર્વાચીન યુગમાં એક પણ શતક જેનોની ગૂર્જર સાહિત્યસેવા વગરનું રહ્યું નથી. જૈન સાધુઓએ ભંડારે દ્વારા આ સર્વ સાચવી રાખ્યું છે, તે માટે તેમને ધન્યવાદ ઘટે છે, અને તેથી તે સર્વ સાહિત્યને ઇતિહાસ અખંડ લખી શકાશે. તેમ થયે વિશેષ પ્રભાનાં દર્શન થશે. ૨. નરસિંહરાવે આંકેલ ગુજરાતી ભાષાના વિકાસક્રમની સમયરેખામાં સં. ૧૬૫૦ થી ૧૭૫૦ સુધીની ભાષાને મધ્ય ગુજરાતી ” કહી છે. આ મધ્ય ગુજરાતી કે ઉપર નિશેલ મધ્યકાલીન યુગમાં પ્રસ્તુત કવિ (વિક્રમ સારો સૈક) થયેલ છે. તે સૈકામાં અનેક સુંદર કૃતિઓ રચી પિતાને સિદ્ધહસ્ત આખ્યાન-કથા કવિ તરીકે સિદ્ધ કરનાર જનકવિઓ નામે કુશલલાભ (કૃતિઓ સં. ૧૬૭ થી ૧૬૨૪), સમવિમલસૂરિ (કૃતિ સં૦ ૧૬૧૫ થી ૧૬૩૩), નયસુંદર ( કવિતાકાલ સં. ૧૬૩૨ થી ૧૬૬૮ ), પ્રસ્તુત કવિ સમયસુંદર (સં. ૧૬૫૮ થી ૧૭૦૦), અને શ્રાવક કવિ ઋષભદાસ (કવિતાકાલ સં. ૧૬ ૬૨ થી ૧૬૮૭) એ પાંચ અગ્રભાગ લે છે. આ પૈકી ઋષભદાસ સંબંધી લેખ પાંચમી ગુર્જર સાહિત્ય પરિવમાં મેં જરા વિસ્તારથી લખી મોકલ્યો હતો તે તેના રીપોર્ટમાં તેમજ અન્યત્ર છપાઇ શકે છે, અને નયસુન્દર સંબંધી મારો નિબંધ આનંદ કાવ્ય મહેકધિના છઠ્ઠા મૌક્તિકની પ્રસ્તાવનામાં પ્રકટ થયા છે. આ લેખદ્વારા કવિવર સમયસુન્દર સંબંધી કંઇક હકીક્ત જણાવવા મેં પ્રયત્ન કર્યો છે. મધ્યયુગનું કથાસાહિત્ય સં. સત્તરમા સૈકાના પ્રારંભથી લકથાઓને કાવ્યમાં મુકવાના સુંદર પ્રયાસ જૈન સાધુઓના હાથથી થઈ રહ્યા હતા. માત્ર પિતાના ધાર્મિક કથા સાહિત્યમાંથી જ વસ્તુ લઈ જૈન સાધુઓએ પિતાનું–જન કાવ્ય સાહિત્ય અખંડપણે ઉત્પન કર્યું છે (જેમ પ્રેમાનંદદિએ કર્યું છે તેમ), એટલું જ નહિ, પણ તે ઉપરાંત લોકકથાઓને પણ કાવ્યમાં (શામળદાસાદિની માફક) ઉતારી છે; વિશેષમાં તેઓએ, એ બંને કવિઓ-પ્રેમાનંદ અને શામળભટ્ટ-ની અગાઉના સૈકામાં એટલે સવંત સત્તરમા સૈકામાં તેના પ્રારંભથી ભાષામાં અવતાર્યું છે. આના સમર્થનમાં કહીશું કે સં. ૧૫૬૦ માં સિંહકુશલે નંદબત્રીશી રચી, ઉદયભાનુએ વિ. સં. ૧૫૬૫ માં વિક્રમસેન એપાઈ રચી કે જેના માટે રા. મણિભાઈ બકોરભાઇએ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206