Book Title: Jain Sahitya Sambandhi Lekhono Sangraha
Author(s): Jain Dharma Prasarak Sabha Bhavnagar
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 179
________________ ૧૪૪ જનવિભાગ નાથ (જન્મ સં. ૧૬૦૫, સ્વ. ૧૬૫૬); તુકારામ (જન્મ સં. ૧૬૩૪ યા ૧૬૬૪સ્વ૦ ૧૭૦૮), સમર્થ રામદાસ (જન્મ સં. ૧૬ ૬૫ સ્વ. ૧૭૩૮) આદિ થયા છે. ગૂર્જર ભાષાના આ યુગ માટે એમ કહેવામાં આવે છે કે “જે ભાષાના પ્રથમ યુગમાં સાહિત્યના પ્રભાતમાં-નરસિંહ મહેતા જેવા ભક્ત કવિનાં પ્રભાતિયાં ગાજી રહ્યાં હતાં તેના મધ્ય યુગમા-સોળમા અને સત્તરમા શતકમાં–પિતાનાં સ્વર્ગીય ગાનનો ધ્વનિ છેક મન્દ પડી ગયો –આ વાત સત્ય નથી. જૈનેતર ગૂર્જર કવિઓ આ યુગમાં વધુ સંખ્યામાં મળી નથી આવ્યા તેથી તેવી વાત મૂકવામાં આવે તે સ્વાભાવિક છે, પણ મને ખાત્રી છે કે આ ઉન્નતિના અને જાગૃતિના યુગમાં અનેક જૈનેતર ગૂર્જર કવિઓ થયા હેવા જોઈએ; અને તે શોધખોળ કરતાં સાંપડી શકશે. જ્યારે મધ્ય યુગમાં જૈન કવિઓ માટે તે નિર્વિવાદ રીતે સ્પષ્ટ કહી શકાય તેમ છે કે તેમણે સાહિત્યની ધારા અખંડ નિરાવરણ અને નિર્મલ રાખી, તેનામાં એજવાળું પયઃ સિંચી તેને બલવતી, વેગવતી અને ઉજવલ બનાવી હતી. આ સત્તરમા શતકમાં જેમ અંગ્રેજીમાં, રાણી એલિઝાબેથને સમય (સ. ૧૬૧૫૧૬૬) ઉક્ત ભાષા માટે એક મહાન ઉન્નતિને છે, તેવો જ અકબરનો રાજવકાલ (સં. ૧૬૧૩-૧૬૬૨ ) સર્વ દેશી ભાષાઓ માટે વૃદ્ધિ અને ગૌરવને યુગ થયો છે. બંને દેશોમાં આ સમૃદ્ધિશાલી સમયમાં અતિશય સંતોષજનક ઉન્નતિ થઈ છે અને સારા સારા કવિ અને લેખક પાક્યા છે. ઉર્દૂ ભાષાની સ્થાપના-પ્રતિષ્ઠા મુખ્યપણે આ સમયમાં થઈ. હિંદી ભાષાના સમયવીર-મુખ્ય નાયક ગોસ્વામી તુલસીદાસ આ યુગમાં થયા કે જેમને કવિતાકાલ (સં. ૧૬૩૧-સં. ૧૬૮૦ ) છે. તે મહાનુભાવ-મહાભાએ રામાયણ આદિ રચી હિન્દી પર જેટલો ઉપકાર કર્યો છે તેવો કેઈએ કર્યો નથી; કવિપ્રિયા અને રસિકપ્રિયાના કર્તા હિન્દી કવિ કેશવદાસ ( કવિતાકાલ સં૦ ૧૬૪૮-૧૬૬૮) એક પ્રતિષ્ઠિત નામી કવિ થયા; આ ઉપરાંત અકબરના દરબારમાંના ગંગકવિ, બીરબલ (“બ્રહ્મ' ઉપનામથી) આદિ, તેમજ સેનાપતિ, દાદુ દયાલ, સુન્દરદાસ, બનારસીદાસ પ્રભૂતિ કવિઓ ઉભવ્યા. આ બહકાલમાં આની પહેલાં સુરદાસ આદિએ વ્રજભાષા ારા કૃષ્ણ કવિતા પર અધિક ધ્યાન આપ્યું હતું, જ્યારે તુલસીદાસના કાલથી રામભક્તિની ધારા વહી અને પછી રામભકતોએ કૃષ્ણની પેઠે રામનું પણ ગંગારપૂર્ણ વર્ણન કર્યું. (આની અસર જૈન સાહિત્યમાં નેમિનાથ-રાજુલા અને સ્થૂલભદ્ર ને કેશ્યાના પ્રસંગો લઈ શૃંગારપર મર્યાદીત સ્વરૂપે ઉતરી વૈરાગ્ય પરિણામ પર લાવવા જન કવિઓ પ્રેરાયા હોય એવું સંભવે છે ) મહારાષ્ટ્રમાં મહાભારત મરાઠીમાં અવગત થયું અને તત્ત્વજ્ઞાન અભંગ-દાસબેધ જેવા તારિક ઉપદેશો ભાષામાં ઉતરવા લાગ્યા. આવા પ્રતાપી-ઉત્સા ભર્યા શતકમાં ગૂજરાતી સાહિત્યમાં ગાનને ધ્વનિ મંદ પડે એ માનવાને આંચકે આવે. મધ્યયુગ ભાષા ગૂર્જર પ્રાચીન સાહિત્યના ત્રણ યુગ નામે અપભ્રંશ યા પ્રાચીન ગુજરાતી યુગ, મધ્ય કાલીન યુગ અને અર્વાચીન યુગ એમ પાડીએ, તો અપભ્રંશ યુગમાં “અપભ્રંશ' કિંવા પ્રાચીન ગુજરાતીનાં વ્યાકરણ આદિપ્રવર્તક અને પ્રાકૃત બોલીઓના પાણિની -હેમાચાર્ય For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206