Book Title: Jain Sahitya Sambandhi Lekhono Sangraha
Author(s): Jain Dharma Prasarak Sabha Bhavnagar
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 186
________________ કવિવર સમયસુન્દર ૧૫૧ ઉપાધ્યાય ૧૩ થયા અને તેના શિષ્ય તરીકે હું, સમયસુંદર વાચક-ઉપાધ્યાય થયો. (જુઓ સં. ૧૬૭૬ માં રચેલી અર્થરત્નાવલી અથવા અટલક્ષીની પ્રશસ્તિ પીટર્સન ચતુર્થ રીપોર્ટ. નં. ૧૧૭૪-પૃ૦ ૬૮.) આ રીતે પોતાની ગુરુપરંપરા પિતે આપી છે તે અત્રે જણાવી. પિતે પિતાના ગચ્છનું નામ હતું ખરતર ગચ્છ આપેલું છે કારણ કે ખરતર ગચ્છમાં પોતાના સમય સુધીમાં અનેક શાખાઓ મૂળ વૃક્ષમાંથી નીકળી હતી અને પિતાનું મૂળ વૃક્ષમાંથી ચાલી આવેલ થડ બતાવવા બહત” શબ્દ યોજેલ છે. સ. ૧૯૪૯ ના ફાગણ સુદ ૨ ને દિને યુગપ્રધાન જિનચંદ્રસૂરિએ અકબર બાદ શાહના કહેવાથી લાહોરમાં (લામપુરમાં) માનસિંહને આચાર્યપદ આપી તેમનું નામ જિનસિંહસૂરિ૧૪રાખ્યું, તે સમયે તેજ જિનચંદ્રસૂરિએ સ્વહસ્તે કવિ સમયસુંદર તથા ગુણસં. ૧૬૩૩ માં બનાવ્યો છે. વળી મેડતામાં જેને હાલ “લોઢાર મંદિર' કહેવામાં આવે છે તેમાં ચિંતામણી પાર્શ્વનાથની પ્રતિમાની તેમણે સં. ૧૬૬૮ ના માઘ શુદિ ૫ શુક્રવારે મહારાજા સૂર્યસિંહના રાજ્યમાં પ્રતિષ્ઠા કરી છે (પ્રાચીન લેખ સંગ્રહ ભા. ૨ પૃ૦ ૩૦૭). તેમના જ સમયમાં તેમના અનુયાયી ભક્ત, પ્રખ્યાત કર્મચંદ્ર મંત્રીએ સં. ૧૬૩૫ ને ભયંકર દુકાળના વખતમાં સવા કરોડ રૂપીઆ ખચીં સત્રાકારે બંધાવી બહુ જનેને બચાવ્યા હતા અને તે કર્મચંદ્ર તેમનો યુગપ્રઘાન મહોત્સવ-તેમના શિષ્ય જિનસિંહરિને આચાર્ય પદ મહત્સવ અતિ દ્રવ્ય ખચી સં. ૧૬૪૮ માં ઉજવ્યો હતો. વળી તેમના સમયમાં સમજી અને શિવજી એ બે પ્રસિદ્ધ શ્રાવકે એ રાણકપુર, ગિરનાર, આબુ, ગેડી પાર્શ્વનાથ અને શત્રુંજય એ પાંચ જન તીર્થોએ સંધ કાઢી લઈ ગયા હતા. (જુએ સમયસંદરની કલ્પસૂત્ર ટીકાની પ્રશસ્તિ). આ કર્મચંદ્ર મંત્રીએ સધર નગરમાં જિનકુશલસૂરિનો માટે સ્થભ સં. ૧૬૫૫ મહા સુદ ૧૦ મે કરાવ્યો. તે સિવાય બીજા સ્થળોએ તેમના અનેક સ્થભ કરાવ્યા હતા. ૧૩ સકલચંદ્ર ગણ–તેઓ વિદ્વાન પંડિત અને શિલ્પશાસ્ત્રમાં કુશલ હતા. પ્રતિકાકલ્પ શ્લોક ૧૧૦૦૦, જિનવલ્લભ સૂરિકૃત ધર્મશક્ષા પર વૃત્તિ (પત ૧૨૮), અને પ્રાકૃતમાં હિતાચરણ નામના ઔપદેશિક ગ્રંથ પર વૃત્તિ ૧૨૪૩૯ થકમાં સં. ૧૬૩૦ માં રચેલ છે. ૧૪. જિનસિંહ સુરિ-પિતા ચાંપસી, માતા ચતુરંગાદેવી, ગોત્ર ગણધર ચોપડા, વણિક જ્ઞાતિ. જન્મ ખેસર (ખેતાસર) ગામમાં સં. ૧૬૧૫ ના માગશર સુદિ પૂર્ણિમાને દિને, તેમનું મૂલ નામ માનસિંહ. દીક્ષા બીકાનેરમાં સં. ૧૬૨૩ ના માગશર વદિ ૫ ને દિને; વાચક ઉપાધ્યાય પદ જેસલમેરમાં સં ૧૬૪૦ ના માઘ શુદિ ૫ ને દિને; સૂરિપદ લાહોરમાં સં. ૧૬૪૮ ના ફાલ્ગન સુદિ ૨ ને દિને. અકબર બાદશાહને મળવા માટે કાશ્મીરમાં કઠિન વિહાર (મુસાફરી) કર્યો હતો, વાર, સિંદૂર અને ગજણ (ગિઝની) આદિ દેશમાં પણ તેમણે અમારિ એટલે જીવદયા–અહિંસા પ્રવર્તાવરાવી હતી. અકબર બાદશાહે પિતાના રાજવહિવટના છેલ્લા વર્ષમાં (સં. ૧૬૬૦ માં) દસ્તાવેજ કરી ફરમાન કરી આપ્યું હતું કે ભાદરવા સુદ ૯ થી ભાદરવા સુદ ૧૫ સુધી પિતાના સંપૂર્ણ રાજ્યમાં જીવહિંસા બંધ રાખવી. ત્યાર પછી જહાંગીર બાદશાહે તેમને “યુગપ્રધાન” પદ આપ્યું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206