Book Title: Jain Sahitya Sambandhi Lekhono Sangraha
Author(s): Jain Dharma Prasarak Sabha Bhavnagar
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 174
________________ શ્રીમદ્દ દેવચંદ્રજી ૧૩૯ શ્રીમદ્દ દેવચંદ્રજી ઉપાધ્યાયે આગમાંથી સારામાં સાર તાવ જે દવ્યાનુગ કહેવાય છે, તેનો સારભાગ ખેંચીને ગ્રંથોની રચના કરી છે. દિવ્યાનુશ્રીમદ્દ રચિત ગ્રંથોનો યોગ જ્ઞાન, અધ્યાત્મજ્ઞાન, શાંત અને વૈરાગ્ય રસ તો તેઓના સાર, ચંમાંથી જ્યાં ત્યાં નીતર્યા જ કરે છે. તેઓના ગ્રંથરૂપી સરોવરે ખરેખર તત્ત્વજ્ઞાનથી છલકાઈ જ જાય છે. તેમના ગ્ર પૈકી આગમસાર, નયચક્ર અને વિચાર સાર એ ત્રણ ગ્રંથો તે ખાસ તત્ત્વજ્ઞાનથી ભરેલા છે. એ ત્રણ ગ્રંથોનો ગુરુગમપૂર્વક અભ્યાસ કરવાથી સર્વ આગમોમાં પ્રવેશ કરી શકાય છે, ને પાર પામી શકાય છે. અનંત જ્ઞાનસાગરને પાર નથી, પણ તેમાં પ્રવેશ થવા માટે એ ત્રણ ગ્રંથો ઘણું જ ઉપયેગી છે. પ્રત્રનેત્તર નામને શ્રીમદ્ કૃત ગ્રંથ ખરેખર અનુભવજ્ઞાનથી ભરપૂર છે. અનેક જૈનશા વાંચ્યા બાદ પ્રતર ગ્રંથમાં કરેલા પ્રશ્નના ઉત્તરાર્થને અનુભવ થઈ શકે એમ છે. અધ્યાત્મજ્ઞાનમાં ઉંડા ઉતરવા માટે શ્રજ્ઞા નસાર પર કરેલી શ્રી જ્ઞાનમંજરી ટીકા અપૂર્વ છે. આત્મજ્ઞાન સંબંધી જૈનમાં, ભગવદ્ ગીતાથી પણ કઈ મહાન સત્યપૂર્ણ ગ્રંથ હોય તો તે જ્ઞાનસાર ગ્રંથ છે. તેના પર શ્રીમદે ટીકા રચીને પિતાના અધ્યાત્મજ્ઞાન સંબંધી વિચારીને જીવતા મૂકી ગયા છે. અર્વાચીન કાળમાં જ્ઞાનસારની મહત્તા ઉોગિતા સર્વત્ર પ્રસાર ને પ્રચાર પામી છે. અધ્યાત્મ જ્ઞાનીએનું જ્ઞાનસાર ગ્રંથ આનંદમય હૃદય છે અને તેના પર ટીકા રચીને શ્રીમદે જ્ઞાનસારની મહત્તામાં વૃદ્ધિને પ્રકાશ પાડ્યો છે. શ્રીમદ્ ઉપાધ્યાય શિરોમણી શ્રીમદ્દ યશોવિજયજીને છેલ્લામાં છેલ્લો અધ્યાત્મ જીવનરસનો ઝરો જેમાં વહ્યો છે તે ગ્રંથ ખરેખર જ્ઞાનસાર છે અને શ્રીમદ્ દેવચંદ્રજી મહારાજની છેલ્લી જીંદગીને અધ્યાત્મજ્ઞાન રસને જીવતો ઝરે તેમાં વહ્યો છે. પછી તેમાં રહેલા અધ્યાત્મજ્ઞાનાનંદરસની મીઠાશ સંબંધે શું પુછવું ? શ્રીમદ્દ રચિત વીશીમાં જ્ઞાન અને ભક્તિને રસ છલકાઈ જાય છે. શ્રીમના ગ્રંથમાં પદ્રવ્ય નવતત્ત્વ, કર્મવ્યાખ્યા, સાતનય, સપ્તભંગી અનેક પક્ષ, આગમ વ્યાખ્યાન, આત્મતત્તરવરૂપદર્શન વિગેરે સર્વ બાબતનું વિવેચન કરવામાં આવ્યું છે. એકંદર રીત્યા તેમના ગ્રંથમાં જ્ઞાનગ, કમલેગ, ભક્તિયેગ, ઉપાસનાગ વિગેરે સર્વ ગાનું સ્વરૂપ આવ્યું છે. શ્રીમદ્ સનાતન જનમાર્ગોપદેશક હતા. શ્રીમદે જિનેશ્વરની પ્રતિમાને પુછે ચઢાવવાના પાઠોને અગમના આધારે દર્શાવ્યા છે. તેમાં ખુબી એ છે કે તેમણે મગજની સમતેલતા ખાઈ નથી. તેમના શબ્દોમાં મધુરતા, સ્નેહ ને આકર્ષક્તા છે. દીર્ઘકાલીન જૈન તત્વજ્ઞાનની દિશા દેખવી હોય તે, વા તેની ઝાંખી કરવી હોય તે તેમના ગ્રંથને ગુગમ પૂર્વક અભ્યાસ કરવાની જરૂર છે. પાકેલી કેરીને કઈ રસ કાઢી લે તેવી રીતે તેમણે જૈન શાસ્ત્રોમાંથી રસ કાઢીને આગમસાર ન ચક-વિચારસરાદિ ગ્રંથો રચ્યા છે. થીમ શિષ્યભૂત સાધુઓ અને સાધ્વીઓ હતાં કે નહિ તે હજી ચોક્કસ થતું નથી. મહા પ્રખ્યાત પુરુષેની પાછળની સંતતિ તેવા પ્રકારની શ્રીમ શિષ્ય સમુદાય હોતી નથી. કાંતો દેવતાની પાછળ કેલસા જેવું થાય છે. કલિકાલસર્વજ્ઞ શ્રીમદ્દ હેમચંદ્રાચાર્યની પાછળ તેમની સંતતિપરંપરા વહી નથી. શ્રીમદ્દ યશોવિજયજીની પાછળ શિષ્ય હતા પૈણુ તેમની પરંપર વહી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206