Book Title: Jain Sahitya Sambandhi Lekhono Sangraha
Author(s): Jain Dharma Prasarak Sabha Bhavnagar
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 155
________________ X ૧૨૦. જેનવિભાગ કર્મરોગ ઔષધ સમી, જ્ઞાનસુધા રસવૃષ્ટિ, શિવ સુખામૃત સરેવરી, જય જય સમ્યગદષ્ટિ. તાસ શિષ્ય આગમ ચચિ જૈન ધર્મ કે દાસ; દેવચંદ આનંદમેં, કીને ધર્મ પ્રકાશ; આગમસારોદ્ધાર યહ પ્રાકૃત સંસ્કૃત રૂપ; ગ્રંથ કી દેવચંદ મુનિ, જ્ઞાનામૃત રસ કૂપ; કર્યો ઇહાં સહાય અતિ, દુર્ગાદાસ શુભ ચિત્ત; સમજાવન નિજ મિતકુ, કીને ગ્રંથ પવિત્ર; સંવત સિત્તર છિદત્તરે, મન શુદ્ધ ફાગુન માસ, મેટ કેટ ભરેટમેં, વસતાં સુખ ચોમાસ ભારવાથી વિહાર કરીને તેઓ ગુજરાત તરફ આવ્યા જણાય છે. સંવત ૧૭૮૬ માં જામનગર (નવાનગર) માં કાર્તિક સુદ એકમે વિચારસાર પ્રાકૃત-માગધી ભાષા. નામે ગ્રંથ અને શુદી પંચમીએ જ્ઞાનમંજરી પૂર્ણ કર્યા જણાય છે. વિચારસાર માગધીમાં-સંસ્કૃત ટીકા સાથે મહાન ગહન ગ્રંથ છે. તેના ઉપસંહારમાં શ્રીમદ કથે છે કે – जा जिणवाणी विजयइ, ताव थिरं चिट्ठउइमं वयणं । नूतण पूरम्मिर इयं, देवचंदेण नाणहूं ॥ रसनिहीसंजमवरिसें, सिरीगोयम केवलस्य घरदिवसे । आयत्थं उद्धरियो, समय समुद्धाओरुहाओ ॥ રસ ૬ નિધિ ૯ સંયમ ૧૭ એટલે ૧૭૯૬ ના વરસે શ્રી ગૌતમ કેવળ જ્ઞાન પામ્યા તે દિવસે એટલે કારતક સુદ-૧ ના રોજ આત્મબેધ અર્થે ઉદ્ધર્યો મહામહોપાધ્યાયજી શ્રીમદ્દ યશોવિજયજી મહારાજે શ્રી જ્ઞાનસાર સૂત્ર સંસ્કૃતમાં બનાવ્યું છે, જેનું નામ જ જ્ઞાનસાર છે. તે પરથી તેમાં શું ભર્યું જ્ઞાનમંજરી ટીકા, હશે એને ખ્યાલ વિદ્વાન વાચકને સહેજે આવી શકશે જ. આ જ્ઞાનસાર સૂત્ર અષ્ટક કહેવાય છે, કારણ તેના આઠ આઠ થકના ૩૨ વિભાગ પાડી જૂદા જૂદા જ્ઞાન વિષયક વિષયો દરેકમાં અત્યંત ખૂબીથી ચર્ચા છે. આ ઘણું કઠિન વિષય હોઈ તેના પર શ્રીમદે સંસ્કૃતમાં જ ટીકા લખી છે, જેનું નામ જ્ઞાનમંજરી ટીકા રાખ્યું છે. શ્રીમદ્દ શ્રીમદ્દ યશોવિજયજી માટે કેટલું બધું બહુમાન હશે, તેમજ ટીકાકાર તરીકેની તેમની કેટલી શક્તિ હશે એને ખ્યાલ તે જ્ઞાનમંજરીને જ્ઞાનાસ્વાદ લીધા સિવાય-કલમથી ભાગ્યે જ વર્ણવી શકાય. જેમ જ્ઞાનસારના ૨૫૬ોકોમાં લોકે કે અભુત જ્ઞાન રસ ટપકે છે, તેથી પણ વધુ મસ્ત બનાવી નાંખનાર આ જ્ઞાનમંજરીના પરિમળ છે. ન નિક્ષેપલંગપ્રમાણુ યુક્ત આ જ્ઞાનસાર અને મંજરીને રસાસ્વાદ મનુષ્યને અક્ષય સુખ આપનાર હોવાથી વધુ સુન્દર અને અમૂલ્ય છે. ૧. શ્રી યશોવિજપાધ્યાય વિરચિત જ્ઞાનસારની ટીકા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206