________________
૧૦૨
જનવિભાગ શોભાવી સિદ્ધરાજનાં જસ્માઓડણ અને રાણકદેવીનાં લકે જોઈ નાખી એ પરનારીસદર સ્વર્ગે ગયો. તેની સ્તુતિરૂપ એક લેક નીચે પ્રમાણે છે –
कृत्यकृत्योऽसि भूपाल कलिकालेऽपि भतले ।
आमंत्रयति तेन त्वां विधिः स्वर्गे यथाविधि ॥ १ ॥ હે રાજન કલિકાળને વિશે પણ ભૂતળને વિષે પણ આપ કૃતકૃત્ય થયા છો તેથી પ્રસન્ન થઈ વિધાતા આપને સ્વર્ગમાં યથાવિધિ નિમંત્રણ કરે છે.”
ઉપસંહાર, ઉપસંહારમાં મારે કંઈ વિશેષ જણાવવાનું નથી, પરંતુ અત્યારના કેટલાએક મહાશ રા. મુનશી આદિ કુમાર પાળ અને તેના ગુરુ શ્રીમદ્દ હેમચંદ્રાચાર્ય ઉપર અણછાજતા આક્ષેપ કરે છે. જો કે તેમના આ આક્ષેપોને ઉત્તર આપવા હું નથી બેઠો અને અત્યારે તેને સમય પણ નથી; પરંતુ તેના પ્રત્યે મારી એક નમ્ર વિનંતી છે કે તે મહાશય પિતાની વિયતવિહારી કલમ દ્વારા ઈતિહાસ ઉપર છીણી મુકવાનું જે પાતક વહેરી રહ્યા છે તેને આગળ વધતું અટકાવે. સાચો ઈતિહાસ નિષ્પક્ષપાતપણે તપાસી તટસ્થ ભાવે તેને બહાર લાવે તેમાં જ તેમની કલ્પનામય કલમનું મહત્ત્વ છે. બીજાની ચોરી કરી બીજાને બનાવવા તેના કરતાં તે બહેતર છે કે કલમને છોડી દેવી. ભાઈ મુનશી આટલા શબ્દમાં જરૂર સમજી જઈ સત્યને ગ્રહણ કરશે એમ હું ઈચ્છું છું.
હવે મેં “મહારાજાધિરાજ' કુમારપાળના નિબંધમાં જે જે ગ્રંથની મદદ લીધી છે તેના લેખકે-આચાર્યશ્રીના ઉપકાર માની વિરમીશ. - કુમારપાળનું જીવનચરિત્ર તેમના ગુરુશ્રી હેમચંદ્રાચાર્યો માહવીર સ્વામીના જીવનચરિત્રમાં કંઈક અને પ્રાકૃતિદ્વાશ્રયમાં વિસ્તારથી આપ્યું છે અને તેઓશ્રીએ લખેલું જીવનચરિત્ર ઐતિહાસિક દષ્ટથી બહુ મહત્ત્વનું છે. જો કે મને આ ગ્રંથની મદદ નથી મળી માટે દિલગીર છું. મેરતુંગાચાર્યકૃત પ્રબંધચિંતામણી તથા જિનમંડણ ગણીકૃત કુમારપાળપ્રબંધની મદદ મેં ખાસ લીધી છે. આ સિવાય જૈન સાહિત્ય સંશોધકમાં આવેલ શ્રી જિનવિજયજીએ લખેલ કુમારપાળ પ્રતિબંધની પ્રસ્તાવના આદિની મદદથી મેં આ નિબંધ તૈયાર કર્યો છે.
જિનમંડણગણીએ કુમારપાલપ્રબંધમાં ઘણી નવી વાત લખી છે. મેં ખાસ આ ગ્રંથ ઉપરથી જ નિબંધ તૈયાર કર્યો છે માટે એ ગ્રંથકારનો ખાસ ઉપકાર માની વિરમું છું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org