________________
જેન મંત્રીઓ
૭૩
કરી તેનું ઉજમણું પણ બહુ સારી રીતે કરતે. તેણે ઉદયપ્રભસૂરિની આચાર્ય પદવીને સમારંભ ઉપર પણ બહુ સારું દ્રવ્ય ખરચ્યું હતું અને તે વખતથી દર વરસે એક કરોડ ક્રમ્સ શ્રાવકોને આપવાને તેણે નિયમ કર્યો હતે.
તે ધર્મી હતું છતાં ધમધ નહોતું. તેણે કોઈ પણ ધર્મ ઉપર અન્યાય થતો જોઈ યોગ્ય ઈન્સાફ આપ્યો છે તો પછી પોતે તે અન્યાય કરે જ શાને ? તેણે અન્ય ધમી એનાં મંદિરો પણ ઘણાં બંધાવ્યાં છે તેણે ૩૨૦૦૦ બીજા ધર્મવાળાનાં દેવગ્રહ કરાવ્યાં હતાં અને સવા લાખ શિવલિંગ કરાવ્યાં હતાં, તથા ૭૫૦ બ્રહ્મશાળાઓ કરાવી હતી.
આવી રીતે જેણે અપૂર્વ પરાક્રમ કરી રાજ્ય કારભાર ચાણક્યબુદ્ધિથી વહી ગુજરાતના રાણા વીરધવલના રાજયને મજબુત બનાવ્યું હતું તેની વિદ્વત્તા તેની સત્તા અને શકિત કેવાં હતાં તેને ખ્યાલ તેનાં અપૂર્વ પરોપકારી સાર્વજનિક કાર્યોથી અને આબુ ઉપર બંધાવેલાં જગવિખ્યાત મંદિરે જેવાથી આવે છે. તે દરેક સંપ્રદાયના પક્ષમાં સહાનુભૂતિ દર્શાવતા અને પ્રજાનું હદય આકર્ષવાને માટે તે કેટલો આતુર હતો તેને ખ્યાલ તેણે મુસલમાનોને માટે બંધાવેલી મસીદ નીહાળતાં આપણને આવે છે. તેના કીર્તિલેખે, પરોપકારી કૃત્યો, અને સાર્વજનિક કાર્યો તથા અનેકવિધ પ્રશસ્તિઓ બસોથી અઢીસે શિલાલેખો ચતુર્વિશતિ પ્રબંધ, પ્રબંધ ચિંતામણી, કૌતિકૌમુદી, સુકૃતસંકીર્તન વગેરેમાંનાં તેનાં કીર્તિ સ્તવનેએ તેને અમર કર્યો છે. વસ્તુપાળના અવસાન પછી વસ્તુપાલના પુત્રની અભિલાષાના અંગે બાલચંદ્ર મહાકવિએ વસંતવિલાસ રચી તેની કીતિ અમર કરી છે. તેમજ મુનિ જિનહર્ષરચિત વસ્તુપાળચરિત્ર આદિ સાહિત્ય જેવાથી તેના જીવનમાં કેઇક અનેક ઓજસ જળહળી ઉઠે છે. હવે હું ટુંકાણમાં તેણે કરેલાં કાર્યોની નોંધ લઈ વિરમીશ.
તેણે ૧૩૧૩ જિન ચૈત્ય નવાં કરાવ્યાં તથા ૩૩૦૦ જિનમંદિરોનો ઉદ્ધાર કરાવ્યો હતો. સવાલાખ પ્રતિમા, એક લાખ શિવલિંગ, ૩૨૦૦ અન્ય ધર્મવાળાંનાં મંદિર, ૭૫૦ બ્રહ્મશાલાઓ, ૭૦૧ તપસ્વીઓને રહેવાના મઠ, ૭૦૦ દાનશાલાઓ, ૯૮૪ ઉપાશ્રયે તથા ૮૪ સુંદર સરોવર, ૪૬૪ વાગે, ૧૦૦ પુસ્તકાલયો તથા ૧૦૦ તપસ્વીઓને માટે વરસાશન બાંધી આપ્યું હતું; ૩૦ નવા કીલા બંધાવ્યા હતા અને ૬૩ યુદ્ધ કર્યા હતાં, આવી રીતે ટુંકાણમાં તેના કાર્યોની નોંધ મેં લીધી છે. જો કે આથી વધારે નોંધ વસ્તુપાળચરિત્રમાં મળે છે, પરંતુ લંબાણના ભયથી મેં નથી ટાંકયું. વસ્તુપાલનું જીવન સુયોગ્ય મંત્રી તરીકે મહાન યુદ્ધવિશારદ તરીકે પરદુઃખભંજન તરીકે કવિ તરીકે અને સારા ધર્મ તરીકે સંપૂર્ણ છે.
આવા સુનિપુણ મનુષ્યચિત જીવન પરિપૂર્ણ કરી પિતાની કીર્તિ રૂપી ગંગાને ત્રિલોકમાં ભમાવાને જ્યારે પિતે છેલ્લીવાર યાત્રા કરવા સંધ સહિત નીકળે ત્યાં રસ્તામાં જ તેને વ્યાધિ થયે. અંતે તે વ્યાધિ પ્રાણઘાતક નીકળ્યો અને ત્યાં તે સંવત ૧૨૯૮ માં સ્વર્ગે ગયો.
ભલે તેને નાશવંત દેહ નાશ પામ્યો હોય પરંતુ તેના નિર્મળ આત્મોદ્ગાર તો નિર્મળ નભોમંડલના ચમકતા તારાની પેઠે જવલંત ભાવે પ્રકાશી રહેલ છે અને તેની કીતિ અમરશ્રીના શુભ્ર પ્રવાહની જેમ” ચે તરફ ફેલાઈ અમરસ્થાન ભોગવી રહેલ છે–રહેશે. ૧ તેણે પિતાને ઘેર ખાનગી ત્રણ જબરજસ્ત પુસ્તકાલય કરાવ્યાં હતાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org