________________
આગમ પ્રકરણ
(૧૦)શ્રી પુષ્પિકા - જે દેવોએ પ્રભુ મહાવીર સ્વામીની
પૂજા કરી તે દેવોના પૂર્વજન્મની કથાઓ. (૧૧) શ્રી પુષ્પચૂલિકા - જે દેવોએ પ્રભુ મહાવીર સ્વામીની
પૂજા કરી તે દેવોના પૂર્વજન્મની કથાઓ. (૧૨) શ્રી વૃષ્ણિ દશા - (વહિનદસાઓ) શ્રી નેમિનાથ
ભગવાને વૃષ્ણિવંશના ૧૦ રાજાઓને જૈન ધર્મી
બનાવ્યા, તેનું સવિસ્તર વર્ણન. પ્રશ્ન-૪૨] ૧૦ પ્રકીર્ણક ગ્રંથો ક્યા ક્યા? તેમાં શું શું વિષય છે ? ઉત્તર- ૧૦ પ્રકીર્ણક ગ્રંથો આ પ્રમાણે છે. (૧) શ્રી ચતુશરણ (ચઉસરણ) - અરિહંતાદિ ચાર
શરણો, પ્રાર્થના, આદિનું વર્ણન. (૨) શ્રી આતુરપ્રત્યાખ્યાન (આઉર પચ્ચખાણ) – જ્ઞાની
મહાત્માઓની અન્તિમ સમયની આરાધનાઓ. (૩) શ્રી ભક્તપરીશા (ભત્તપરિણા)- જ્ઞાની મહાત્માઓને
મરણકાળ નજીક દેખાય, ત્યારે શરીરનો ત્યાગ કરવા
માટે કરાતી અણશનની વિધિનું વર્ણન. (૪) શ્રી સંસ્તારક – અન્તિમ સમયના સંથારાનું વર્ણન. (૫) શ્રી તૈદુલવૈતાલિકા (નંદુલવેયાલિયા) - શરીર વિદ્યા,
ગર્ભવિદ્યા, આદિનું વર્ણન. (૬) શ્રી ચન્દવેધ્યક - ગુરુ - શિષ્યોના ગુણોનું, તથા
પ્રયત્ન વિશેષોનું વર્ણન. (૭) શ્રી દેવેન્દ્રસ્તવ - દેવોના ઈન્દ્રોનું વર્ણન. (૮) શ્રી ગણિવિદ્યા -ફળાદેશ - જ્યોતિષવિદ્યાઓનું વર્ણન. (૯) શ્રી મહાપ્રત્યાખ્યાન (મહાપચ્ચખાણ) પ્રાયશ્ચિત્ત
તથા આલોચના આદિનું વર્ણન. (૧૦) શ્રી વીર સ્તવ - શ્રી મહાવીરપ્રભુની સ્તુતિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org