________________
જૈન ધાર્મિક પ્રશ્નોત્તર માળા
૩૮
છે. તે મહાવિગઇ કહેવાય છે અને જે વિગઇઓ માત્ર વિકારક છે. પરંતુ તેમાં હિંસાવિશેષ નથી. તથા જેનું સેવન નિન્દ નથી. તુચ્છ નથી. તે લઘુવિગઈ કહેવાય છે.
પ્રશ્ન- [૯૨] તે વિગઇઓના ૪-૬ ભેદો કયા કયા ? ઉત્તર- મહાવિગઇના ૪ ભેદો આ પ્રમાણે છે : (૧) મધ, (૨) માંસ, (૩) મદિરા અને (૪) માખણ તથા લઘુવિગઇના ૬ ભેદો આ પ્રમાણે છે : (૧) દૂધ, (૨) દહીં, (૩) ઘી, (૪) તેલ, (૫) ગોળ (૬) કડાહ = તળાય તે. ચાર મહાવિગઇઓ તો શ્રાવક શ્રાવિકાઓએ જીવનભર ત્યજી દેવી જોઈએ અને લઘુવિગઇઓ પણ શકય હોય તેટલી ત્યજવા પ્રયત્ન કરવો જોઈએ.
પ્રશ્ન- [૯૩] આ લઘુવિગઇ અને મહાવિગઇ સિવાય બીજું પણ ત્યજવા લાયક શું ?
ઉત્તર- આ મનુષ્યજીવન પ્રાપ્ત થવું અતિશય દુર્લભ છે. તેમાં પણ સંસ્કારી કુળ, જૈનધર્માદિ ભાવો પ્રાપ્ત થવા દુર્લભ છે. માટે ઉત્તમોત્તમ જીવન પ્રાપ્ત કરીને પરોપકાર જ કરવો જોઈએ, પરંતુ પરોપકાર કદાચ ન બની શકે તો પણ પરનો અપકાર તો ન જ કરવો જોઈએ. તે માટે આપણા શરીરના પોષણ માટે અભક્ષ્ય અનંતકાય તથા વધારે વાસનાજનક પદાર્થોનું સેવન ત્યજી દેવું જોઈએ. કારણ કે તે પણ જીવોની હિંસારૂપ છે.
પ્રશ્ન- [૯૪] અભક્ષ્ય અને અનંતકાય એટલે શું ? તેનાં દૃષ્ટાન્ત
શું?
ઉત્તર- ખાવાને અયોગ્ય, જેના ભોજનથી વિકાર-વાસના વધે, બહુ જીવોની હિંસા થાય તે અભક્ષ્ય જેમ કે રીંગણ વિગેરે.
જેમાં અનંતા જીવો હોય, નાના એવા એક શરીરને આશ્રયે અનંતા જીવો રહેતા હોય તે અનંતકાય, જેમ કે ડુંગળી-લસણ, બટાકા, ગાજર વિગેરે, આ અનંતકાયને જ કંદમૂળ, નિગોદ તથા સાધારણ વનસ્પતિકાય પણ કહેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org