________________
૪
જૈન ધાર્મિક પ્રશ્નોત્તર માળા તે સંવર કહેવાય છે, તેના પ૭ ભેદો છે, તે આ પ્રમાણે
(૫) સમિતિ, (૩) ગુપ્તિ, (૧૦) યતિધર્મ, (૧૨) ભાવના, (૨૨) પરિષહો, (૫) ચારિત્ર = કુલ ૫૭ ભેદો છે.
પ્રશ્ન- [૧૬૬] પાંચ સમિતિ કઇ કઇ ? તેનો અર્થ શું ? ઉત્તર- (૧) આપણે જ્યારે જ્યારે ચાલીએ ત્યારે ત્યારે સામે
સાડા ત્રણ હાથ ભૂમિ જોતાં જોતાં ચાલવું. તે રસ્તામાં જીવ-જંતું આવે તો તેની રક્ષા કરવી તે ઇર્ષા સમિતિ. જ્યારે જ્યારે બોલીએ ત્યારે ત્યારે પ્રિય બોલવું. યથાર્થ = સત્ય બોલવું અને હિતકારી બોલવું તથા
પરિમિત બોલવું તે ભાષા સમિતિ. (૩) સાઘુ-સંત પુરુષો ગોચરી લાવે ત્યારે ગોચરીના કોઈ
પણ દોષો ન લાગે તે રીતે ગોચરી લાવે તે એષણા સમિતિ. વસ્ત્ર-પાત્ર વિગેરે વસ્તુઓ લેતાં અને મુકતાં ભૂમિની બરાબર પ્રમાર્જના કરવી તથા તે વસ્તુને પણ બરાબર
પ્રમાર્જવી તે આદાનભંડ મત્ત નિકુખેવણા સમિતિ. (૫) શરીરમાંથી નિકળતા મળ-મૂત્રાદિ જ્યાં પરઠવવાના
હોય,ત્યાંની ભૂમિ બરાબર પ્રમાર્જવી, તે પારિષ્ઠાપનિકા
સમિતિ. આ પાંચે સમિતિઓમાં જીવોની રક્ષાનો પરિણામ હોવાથી આવતાં કર્મો રોકાય છે. માટે સંવર થાય છે.
પ્રશ્ન- [૧૬૭] ત્રણ ગુતિ એટલે શું ? અને તે કઈ કઈ ? ઉત્તર- (૧) મનને માઠા વિચારોથી રોકવું તેં મનોગુતિ
(૨) વચનને હલકી ભાષાઓથી રોકવું તે વચનગુપ્તિ . (૩) કાયાને કુચેષ્ટામાંથી રોકવી તે કાયમુનિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org