________________
જૈન ધાર્મિક પ્રશ્નોત્તર માળા
(૩) આત્મા કષાયાદિના કારણે કર્મોનો કર્તા છે. (૪) આત્મા પૂર્વબદ્ધ કર્મોનો ભોક્તા છે. (૫) જ્ઞાનાદિ ગુણોની ઉપાસનાથી આત્માનો મોક્ષ છે. (૬) જ્ઞાનાદિ ગુણો એ મોક્ષના ઉપાયો છે. પ્રશ્ન- [૩૯૨] સમ્યક્ત્વની પ્રાપ્તિ પછી સંસારમાં કેટલું રખડવું પડે ? તેનું માપ કંઈ છે ?
ઉત્તર- હા, ઓછામાં ઓછું અંતર્મુહૂર્ત અને વધુમાં વધુ અર્થ પુદ્ગલ પરાવર્તનમાં કંઈક ન્યૂન કાળ સંસાર પરિભ્રમણ હોય છે. તેમાં પણ અનંત ઉત્સર્પિણી અને અનંત અવસર્પિણી કાળ લાગે છે.
૧૫૦
પ્રશ્ન- [૩૯૩]સમ્યક્ત્વ પ્રાપ્ત થાય ત્યારે આત્મામાં શું પરિવર્તન થતું હશે ? શું આત્મજ્ઞાન થતું હશે ? શું ભેદજ્ઞાન થતું હશે ?
ઉત્તર- સમ્યક્ત્વ પ્રાપ્ત થાય એટલે જિનેશ્વર પરમાત્માએ બતાવેલો સંસાર તરવાનો જ્ઞાન-દર્શન અને ચારિત્ર રૂપ મોક્ષમાર્ગ રૂચે છે. ગમે છે તેના પ્રત્યે તથા તે માર્ગ બતાવનાર દેવ-ગુરુ પ્રત્યે ભક્તિ-બહુમાન વધે છે. તેઓએ કહેલો માર્ગ યથાશક્ય આચરવાનું મન થાય છે. જીવનમાં ક્રિયા રૂપે ધર્મ પરિણામ પામે છે.
આત્મા જેવું સૂક્ષ્મ-અદૃશ્ય-આગમગોચર દ્રવ્ય છે એવી પ્રતીતિ થાય છે. શરીર-અને ઈન્દ્રિયાદિથી આત્મ દ્રવ્ય ભિન્નતત્ત્વ છે તે જ પ્રાપ્તવ્ય છે. એવી પ્રતીતિ થાય છે. સંસારીભાવોમાં આસક્તિ ઘટે છે.
પડે ?
પ્રશ્ન- [૩૯૪] સમ્યક્ત્વ આવ્યા પછી કેટલા ભવો કરવા
ઉત્તર- ઉપશમ અને ક્ષયોપશમ સમ્યક્ત્વ દેશોન અર્ધપુદ્ગલ પુદ્ગલ પરાવર્તન પહેલાં થઈ શકતું હોવાથી તેટલા કાળમાં અસંખ્ય ભવો અને અનંતભવો પણ થાય છે. પરંતુ ક્ષાયિક સમ્યક્ત્વ આવ્યા પછી માત્ર ૩ | ૪ | ૫ ભવો જ થાય છે, વધુ ભવો થતા નથી. પ્રશ્ન-[૩૯૫] ક્ષાયિક સમ્યક્ત્વ એટલે શું ? તે આવ્યા પછી ૩ | ૪ | ૫ ભવો કેવી રીતે થાય ? તે શાયિક સમ્યક્ત્વ સંસારચક્રમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org