________________
૧પ૪
જૈન ધાર્મિક પ્રશ્નોત્તર માળા કરી જે વર્તમાન કાળમાં અક્રમવિજ્ઞાન થવાની અને આપવાની વાત ફેલાવે છે તે ઉત્સુત્ર છે. ખોટી છે.
પ્રશ્ન-૩૯૯] અત્યારે ભરતક્ષેત્રમાં કેટલાં સઘયણ છે. જે જીવો મૃત્યુ પામે તે વધુમાં વધુ કેટલા દેવલોક સુધી અને કેટલી નરક સુધી જઈ શકે ? પાંચમા આરાના અત્યારના સંતો-મહાત્માઓયોગીઓ-અધ્યાત્મીઓ કયા દેવલોક સુધી જઈ શકે? શું તેઓ અહીંથી મોક્ષે ગયા છે એમ કહેવાય ?
ઉત્તર- અત્યારે ભરતક્ષેત્રમાં છેવટું સંઘયણ છે. છેવટ્ટા સંઘયણ વાળા જીવો ઉત્તમ પરિણામ વાળા હોય તો વધુમાં વધુ ચાર દેવલોક સુધી જ જાય છે અને અધમ પરિણામ વાળા હોય તો વધુમાં વધુ તે નરક સુધી જ જાય છે. તેથી વધારે ઉપર-નીચે જતા નથી.
ખાનાથી જ સમજાશે કે અત્યારના સંતો-મહાત્માઓ યોગીઓઅધ્યાત્મીઓ વધુમાં વધુ ચાર દેવલોક સુધી જ જાય છે. તેથી વધારે ઉપર દેવલોકમા પણ જઈ શકતા નથી તો સંઘયણબળ ન હોવાથી મોક્ષે ગયા છે એમ તે કહેવાય જ કેમ ? તેથી જે જેના અનુરાગી હોય તે તેઓને વધુ ઉંચે ગાનું કે મોક્ષે ગયાનું જે કહે છે તે દષ્ટિરાગ માત્ર જ છે. .
પ્રશ્ન-૪૦૦] આ પ્રશ્નોત્તર મળ બનાવવાનો અને ભણવાભણાવવાનો ઉદ્દેશ શું ?
ઉત્તર- જૈનશાસ્ત્રોનું નિર્દોષ સમ્યજ્ઞાન મેળવવાનું, સમ્યજ્ઞાન પ્રાપ્ત કરી ખોટી-ખોટી ચાલતી માન્યતાઓ અને ભ્રમણાઓને દૂર કરી સત્યમાર્ગે આવવાનું. અને તે દ્વારા કર્મોનો ક્ષય કરી ભવાન્તરમાં કેવળજ્ઞાન મેળવી મુક્તિ પ્રાપ્ત કરવાનું આ ગ્રંથનું પ્રયોજન છે.
સર્વે જીવો મધ્યસ્થવૃત્તિ રાખી સત્ય સમજી પોતાના આત્માને સન્માર્ગે લાવી કર્માય કાચી કેવલજ્ઞાનાદિ દ્વારા આત્મકલ્યાણ
સા-આજ બિલrI.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org