________________
જૈન ધાર્મિક પ્રશ્નોત્તર માળા પ્રશ્ન- [૨૫૧] કોઈ પણ વસ્તુમાં આ ચાર નિક્ષેપાઓ શું હોય જ ?
ઉત્તર- હા, એક એક વસ્તુમાં આ ચારે નિપા હોય જ છે અને તે એક પછી એક ભાવવિશેષનું વધારે નિકટકારણ બને છે. નામથી સ્થાપના વધારે કારણ, અને સ્થાપના કરતાં દ્રવ્ય વધારે કારણ, અને દ્રવ્ય કરતાં ભાવનિક્ષેપ વધારે કારણ બને છે.
પ્રશ્ન- [૨૫] આ ચાર નિપામાં કયા નિક્ષેપા ઉપાય (પૂજ્ય) અને કયા નિક્ષેપા હેય - ત્યજવા લાયક છે ?
ઉત્તર- જેનો ભાવનિક્ષેપો પૂજય-ઉપાદેય હોય તેના ચારે નિક્ષેપા પૂજય અને આરાધ્ય છે. પરંતુ જેનો ભાવનિક્ષેપો હેય હોય છે તેના ચારે નિક્ષેપા હેય (ત્યાજ્ય) હોય છે. જેમ મહાવીર સ્વામી પ્રભુ પૂજ્ય (ઉપાદેય) છે. તો તેનું નામ, તેઓની મૂર્તિ, અને તેઓનું આત્મદ્રવ્ય પણ પૂજય છે. અને ચોર-લુટારા કે ધાતકી પુરૂષનું જીવન હેય છે. તો તેનું નામ, તેની મૂર્તિ, અને તેનું આત્મદ્રવ્ય પણ હેય છે.
પ્રશ્ન- [૨૫૩] આ ચાર નિપાનો નયોમાં સમાવતાર થાય ? અને તે કેવી રીતે ?
ઉત્તર- નૈગમાદિ પ્રથમના ચાર નવો નામ-સ્થાપનાદિ ચારે નિપાઓને માન્ય રાખે છે. પરંતુ શબ્દાદિ ત્રણ નવો અતિશુધ્ધ હોવાથી માત્ર ભાવનિક્ષેપાને જ સ્વીકારે છે.
પ્રશ્ન- [૫૪] સ્થાપના નિક્ષેપે પ્રભુની પ્રતિમા (મૂર્તિ) શું પૂનીય મનાય ?
- ઉત્તર- હ. પ્રભુની મૂર્તિ પણ પૂજાય છે. જેમ શત્રુ ઉપર દુશ્મનાવટ હોવા છતાં શત્રુની મૂર્તિ જોઈ દુશ્મનાવટ ઉછળે છે. શૃંગાર રસનું ચિત્ર પણ શરીરમાં વિકારતા લાવે છે, કરૂણ રસનું ચિત્ર પણ શરીરમાં અતિશય રૂદન લાવે છે. તેવી રીતે શાન્ત અને વીતરાગાવસ્થા વાળી મૂર્તિ પણ આ આત્મામાં વૈરાગ્ય અને વીતરાગતા લાવે છે.
પ્રશ્ન- [૨૫૫] મૂર્તિ તો જડ છે. પત્થરની બનેલી છે. તે * જીવના ભાવોનો કર્તા કેમ બને ?
ઉત્તર- મૂર્તિ પત્થરની હોવા છતાં “પ્રાણ પ્રતિષ્ઠા = અંજનશલાકા”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org