Book Title: Jain Prashnottarmala
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

View full book text
Previous | Next

Page 140
________________ અનેકાન્તવાદ ૧૩૩ ઉત્તર- તેમાં “આત્માના પરિણામોની ભિન્નતા જ કારણ છે” એક ગુણસ્થાનકવતી હોવા છતાં પરિણામ એકાન્ત સમાન હોતા નથી. ૨૫-૫૦ માળના ઉંચા બીલ્ડીંગમાં એક જીવ પહેલા માળે રહેતો હોય અને એક જીવ ઉપરના પચ્ચાસમા માળે રહેતો હોય તો બન્ને એકગૃહવર્તી હોવા છતાં પણ એક અધોવર્તી છે અને એક ઉર્ધ્વવર્તી છે. એમ અહીં પણ સમજવું. (જુઓ હરિભદ્રજીકૃત યોગશતકગાથા ૧૮) પ્રશ્ન- [૩૫૮] “અનિવૃત્તિકરણ”નામનું જે નવમું ગુણસ્થાનક છે તેમાં તો સર્વે આત્માના પરિણામો સર્વથા સમાન જ હોય છે. અને તેથી આઠમા ગુણસ્થાનકની જેમ તેમાં છઠ્ઠાણવડીયાં હોતાં નથી તો પછી બે પ્રકારની શ્રેણી માંડવા રૂપ પરિણામની ભિન્નતા કેમ સમજાવાય છે ? ઉત્તર- અનિવૃત્તિબાદરમાં એકસમયવર્તી જીવોમાં સમાન પરિણામ હોય છે. એવું જે પ્રતિપાદન છે. તે આઠમા ગુણસ્થાનકની જેમ અતિશય તરતમતા નથી એમ સામાન્યથી સંગ્રહનયને આશ્રયી કહેવાય છે. પરંતુ સર્વથા સમાન જ પરિણામ છે એમ ન જાણવું. કારણકે જો સર્વથા સમાન જ પરિણામ હોય તો પાંચમા કર્મગ્રંથમાં ક્ષપકશ્રેણી કરતાં ઉપશમશ્રેણીમાં અને ઉપશમશ્રેણી કરતાં ઉપશમશ્રેણીથી પડતા જીવને ડબલ ડબલ સ્થિતિબંધ-રસબંધ જે કહ્યો છે તે ઘટે નહીં માટે સ્થલદ્રષ્ટિએ સમાનતા, અને સૂક્ષ્મદષ્ટિએ વિષમતા જાણવી. પ્રશ્ન- [૩પ૯] શાસ્ત્રોમાં “હિયાહારામિયાહારા” વાક્ય આવે છે તેનો અર્થ શું? ઉત્તર- આત્માને હિતકારી-કલ્યાણકારી એવો જે આહાર જે હિયાહારા જે આહાર કરવાથી આત્માનું હિત-કલ્યાણ અટકે નહીં પરંતુ કલ્યાણની સાધનામાં સહાયક બને તે હિતાહાર કહેવાય છે. તેવા પ્રકારનો હિતકારી આહાર પણ “મિયાહાર” એટલે પરિમિત જ આહાર કરવો, અધિક ન કરવો, અધિક કરવાથી અજીર્ણ થાય, અને તેનાથી કલ્યાણ રૂંધાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162