________________
૧૩૬
જૈન ધાર્મિક પ્રશ્નોત્તર માળા યોગ્યતા. તેમાં સહાયક થનારૂ અર્થાત નિમિત્ત બનનારૂં કાર્મણવર્ગણાનું બનેલું જે જ્ઞાનાવરણીયાદિ કર્મરૂપ અજીવ દ્રવ્ય એ પ્રારબ્ધ છે.
પ્રશ્ન- [૩૬૪] દ્રવ્યમાં રહેલી નિયતિથી જે દ્રવ્યમાં જે કાળે જે પર્યાયો આવવાના છે તે કાળે તે પર્યાયો પ્રગટ થવાના જ છે. તો પછી પુરૂષાર્થ કરવાની શું જરૂર ?
ઉત્તર- દ્રવ્યમાં રહેલી નિયતિથી જેમ પર્યાય પ્રગટ થવાના છે તેમ તે પર્યાય પ્રગટ કરવામાં પ્રારબ્ધ અને પુરૂષાર્થ અને કારણો (નિમિત્ત) છે. પ્રારબ્ધ એ અત્યંતર કારણ છે અને પુરૂષાર્થ એ બાહ્યકારણ છે.
જેમ આત્મા દૂર પડેલા ઘટ-પટને જુએ છે તેમાં મન અને ચક્ષુ એ બને અનુક્રમે અત્યંતર અને બાહ્ય કારણો છે. તેમ દ્રવ્યમાં પડેલી નિયતિને પ્રગટ કરવામાં આ બન્ને કારણો આવશ્યક છે. વળી આ બન્ને કારણોના સેવનથી જ પર્યાયની પ્રગટતા નિયત છે. અન્યથા નિયતિ પણ અનિયત છે.
જેમ ધાન્યમાં પાક થવાની યોગ્યતા નિયત હોવા છતાં પણ અગ્નિનો યોગ થાય તો જ પાક થાય. અન્યથા નિયત પાક પણ અનિયત બને છે. તેમ એકલી નિયતી નિયત નથી. કારણોની સાપેક્ષતાવાળી નિયતિ નિયત છે.
પ્રશ્ન- [૩૬૫] આપણે પૂર્વજન્મને કેમ યાદ કરી શકતા નથી ?
ઉત્તર- આપણે પૂર્વજન્મ અનુભવેલો છે. છતાં ભવ બદલાવાના કારણે જ્ઞાનાવરણીય કર્મ ઉદયમાં આવ્યું છે તેથી પૂર્વજન્મ યાદ કરી શકતા નથી. પૂર્વબદ્ધ કર્મોનો ઉદય દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ અને ભવ એમ ૫ કારણોથી થાય છે. અહીં કર્મોદયમાં ભવ કારણ બને છે. જેમ દેવનરકના ભવમાં જતાં જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમમાં ભવ કારણ છે. તેમ અહીં જ્ઞાનાવરણીયના ઉદયમાં ભવ કારણ છે.
પ્રશ્ન- [૩૬] કર્મના ઉદય અને ક્ષયોપશમનાં કારણો કેટલાં ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org