Book Title: Jain Prashnottarmala
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

View full book text
Previous | Next

Page 141
________________ ૧૩૪ જૈન ધાર્મિક પ્રશ્નોત્તર માળા પ્રશ્ન- [૩૬૦] વ્યવહારમાં એવું કહેવાય છે કોઈક દેવ-દેવી કોઈ વ્યકિતને હેરાન-પરેશાન કરવા આવે છે અથવા રક્ષા કરવા માટે આવે છે તો શું દેવ-દેવી કોઈ વ્યકિતના શરીરમાં આવી શકે ? અને જો આવે તો દેવ-દેવીને તો વૈક્રિય શરીર હોય અને મનુષ્યનું તો આ ઔદારિક શરીર છે. તે દેવ-દેવી ઔદારિકમાં કેવી રીતે રહી શકે ? વળી એક શરીરમાં બે આત્મા કેવી રીતે રહે ? ઉત્તર- દેવ-દેવી રક્ષા અથવા ઢેષાદિની બુધ્ધિથી આવે છે. આવી શકે છે અતિશય રાગ-દ્વેષ હોય તો મનુષ્યના શરીરમાં પ્રવેશ પણ કરે છે. પરંતુ મનુષ્યનું શરીર નિયમા ઔદારિક જ હોય છે અને દેવદેવીનું શરીર નિયમા વૈક્રિય જ હોય છે. દેવ-દેવી ઔદારિક શરીરને મળતું જ વૈક્રિય શરીર બનાવે છે. અને ઔદારિક શરીરની સાથે પોતાનું તેના જેવું બનાવેલું વૈક્રિય શરીર તેમાં મેળવી દે છે. દૂધમાં ભેળવેલી ખાંડ જેમ સમસ્ત દૂધમાં વ્યાપ્ત થાય છે તેમાં ખરેખર મીઠાશ ખાંડની છે દૂધની નથી તો પણ દૂધ મીઠું એમ કહેવાય છે. તેમ દેવ-દેવીનું વૈક્રિયશરીર, ઔદારિકશરીરમાં ઓતપ્રોત થઈ જાય છે. તેથી તે દેવ-દેવીનું બળ હારિકમાં દેખાય છે. વાસ્તવિક રીતે બે શરીરો છે અને બે જીવો છે. બને જીવો પોતપોતાના શરીરના સ્વામી છે. એને ઓતપ્રોત થયેલાં શરીરો છે. પ્રશ્ન- [૩૧] વૈક્રિય શરીરમાં સંઘયણ હોતાં નથી. તેથી હાડકાં માંસ-ચરબી રૂધીર અને વીર્ય હોઈ શકે નહી તો ચક્રવર્તીઓ વાસુદેવો પ્રતિવાસુદેવો પોત-પોતાની હજારો સ્ત્રીઓ સાથે વૈક્રિયશરીરથી જે સંસારસેવન કરે છે તેનાથી સંતાનોત્પત્તિ થાય છે. તો વીર્ય વિના . આ સંતાનોત્પત્તિ કેવી રીતે થઈ ? ઉત્તર- ચક્રવર્તી આદિ વૈક્રિયશરીરથી સંસારસેવન કરે છે. પરંતુ તેનું મૂલશરીર ઔદારિક હોવાથી અને ઔદારિકશરીર નામકર્મનો ઉદય હોવાથી વૈક્રિય વર્ગણાના પુગલોને હારિકવર્ગણા રૂપે પરિણાવી વીર્યરૂપે બનાવી સ્ત્રીના શરીરમાં પ્રક્ષેપ કરે છે તેથી સંતાનોત્પત્તિ થાય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162