Book Title: Jain Prashnottarmala
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

View full book text
Previous | Next

Page 142
________________ અનેકાન્તવાદ ૧૩૫ છે. પરંતુ જો કોઈ દેવ-મનુષ્યની સ્ત્રી સાથે સંસારસેવન કરે છે તો મૂલશરીર ઔદારિક ન હોવાથી વૈક્રિય વર્ગણાનાં પુદ્ગુલો ઔદારિક વીર્યરૂપે ન બની શકવાના કારણે ગર્ભોત્પત્તિ થતી નથી. પ્રશ્ન- [૩૬૨] જો ગાયનું માંસ ન ખવાય તો ગાયનું દૂધ કેમ પીવાય ? અને જો ગાયનું દૂધ પીવાય તો ગાયનું માંસ કેમ ન ખવાય ? બને પદાર્થો છે તો ગાયના જ અંશ ? ઉત્તર- ગાયના અંશ પણે બન્ને સમાન છે. પરંતુ એક નિર્જીવ છે બીજુ સજીવ છે. એક ગાયે પોતે આંચલ દ્વારા ત્યજેલું છે અને બીજી ગાયના આત્મા સાથે ઓતપ્રોત છે. એક લેવામાં ગાય મૃત્યુ પામતી નથી અને બીજુ લેવામાં ગાય મૃત્યુ પામે છે. અર્થાત્ ગાયને મારીને જ લેવામાં આવે છે માટે એક પેય છે અને બીજાં હેય છે. જેમ માથુ અને પગ બન્ને એક જ વ્યકિતના અંશ હોવા છતાં પગનાં ચંપલ માથે નથી પહેરાતાં, અને માથાની ટોપી પગે નથી પહેરતી. કોઈના માથા ઉપર હાથ મુકાય છે પરંતુ પગ મુકાતો નથી તેમ અહીં સમજવું. પોતાની પત્ની અને માતા અને સ્ત્રીપણે સમાન હોવા છતાં પણ જે વ્યવહાર પત્ની સાથે થાય છે તે માતા સાથે કરાતો નથી અને જે વ્યવહાર માતા સાથે કરાય છે તે પત્ની સાથે કરાતો નથી તેમ અહીં સમજવું. સારાંશ કે કોઈપણ વસ્તુ એક દેશથી સમાન હોય છે એટલે સર્વ અંશથી સમાન હોય છે એમ ન સમજવું. પ્રશ્ન- [૩૬૩] કાળ-સ્વભાવ-નિયતિ-પ્રારબ્ધ અને પુરૂષાર્થ આ પાંચ સમવાય કારણો કહેવાય છે. તેમાં નિયતિ અને પ્રારબ્ધમાં તફાવત શું ? (બાકીનામાં તો ભેદ સમજાય છે) - ઉત્તર- દ્રવ્યનું ભાવિમાં થનારું જે પરિવર્તન તે નિયતિ છે. તે તે દ્રવ્યોમાં ભવિષ્યમાં થનારા તે તે પર્યાયો પામવાની જે યોગ્યતા રહેલી છે તે નિયતિ છે. નિયતિના આધારે તે તે દ્રવ્ય તે તે કાળે તે તે પર્યાયને પામે છે. માટે નિયતિ એટલે દ્રવ્યમાં રહેલી પર્યાયપામવાની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162